GSTV
Home » News » ઋષભ પંત પ્રતિભાવાન ક્રિકેટર પરંતુ ધોની સાથે તુલના ન થઇ શકે

ઋષભ પંત પ્રતિભાવાન ક્રિકેટર પરંતુ ધોની સાથે તુલના ન થઇ શકે

Rishabh Pant with dhoni

ભારતને વન ડે અને ટી-૨૦ વર્લ્ડકપ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફીની સાથે ટેસ્ટમાં નંબર વન બનાવનારા ભૂતપૂર્વ કેપ્ટન ધોનીની સરખામણી માત્ર ૯ ટેસ્ટ અને ૧૫ વન ડે રમી ચુકેલા ૨૧ વર્ષના પંતની સાથે થઈ રહી છે. આ અંગે ઉગ્ર નારાજગી વ્યક્ત કરતાં ભારતના લેજન્ડરી કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, ધોનીની સરખામણી પંત ની સાથે ન કરવી જોઈએ.

કપિલે એમ પણ ઉમેર્યું કે, પંત તો શું ધોનીની સરખામણી અન્ય કોઈ ક્રિકેટરની સાથે પણ કરવી ન જોઈએ. ભારતીય ક્રિકેટમાં ધોનીનું જે કદ છે, તેની બરોબરી કરી શકે તેવું કોઈ જ નથી. પંત પણ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેની સરખામણી ધોની સાથે કરીને તેના પર દબાણ કરવું ન જોઈએ. તેનો સમય ચોક્કસ આવશે. 

છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટરો વર્કલોડના નામે ટીમ ઈન્ડિયા રમતી હોય ત્યારે આરામ ફરમાવતા જોવા મળે છે. જે અંગેના પ્રશ્નની મજાક ઉડાવતા ૧૯૮૩ના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવે કહ્યું કે, માત્ર ક્રિકેટરો જ શા માટે આપણા બધા પર વર્કલોડ તો હોય જ છે. આપણે આ નાનકડી બાબતને મોટો મુદ્દો બનાવી દીધો છે. વર્કલોડ શું છે ? મહેનત કરનાં હી ન ? ક્યા અબ આપ મહેનત કરના ભી નહી ચાહતે ? 

વર્લ્ડકપ જીતવો મીઠાઈ ખરીદવા જેટલું આસાન નથી

Gautam Gambhir

કપિલ દેવે કહ્યું કે, વર્લ્ડકપ જીતવો એ દુકાનમાં જઈને મીઠાઈ ખરીદવા જેટલું આસાન નથી. હાલના તબક્કે તો તે એક મિશન હોવું જોઈએ. હું ટીમનો ટીકાકાર બનવા નથી ઈચ્છતો. જોકે વર્લ્ડકપ માટે ચાર વર્ષનું આયોજન જોઈએ. મને લાગે છે કે, પસંદગીકારોએ ખેલાડીઓ નક્કી કરી લીધા હશે અને હવે ખેલાડીઓએ તેમનું પર્ફોમન્સ આપવાનું છે. આવી મોટી ટુર્નામેન્ટ જીતવા માટે ભાગ્યની મદદની પણ જરુર રહે છે. 

Read Also

Related posts

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

આ 8 દેશમાં રેપ કરનારા નરાધમો માટે છે એવા કાયદા કે ઘડીના છઠ્ઠા ભાગમાં જ પહોંચી જાય છે નર્કના દ્વારે

Bansari

10 હજાર રૂપિયા સુધીનાં ટ્રાન્ઝેક્શનની બદલાવવાની છે વ્યવસ્થા? RBIએ આપ્યો પ્રીપેડ કાર્ડનો પ્રસ્તાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!