GSTV
Gujarat Government Advertisement

રીષભ પંતને હજુ પણ છે દર્દ, જાણો બીજી ઇનિંગમાં બેટિંગ કરશે કે નહી?

પંત

Last Updated on January 11, 2021 by pratik shah

ભારત ઓસ્ટ્રેલિયાની વચ્ચે સિડનીમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારત- ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં ભારતીય ટીમને 375 થી વધારેનો સ્કોર કરવાનો છે. જ્યારે બીજી તરફ ભારતીય ટીમ માટે ઘણા ચિંતાનજક સમાચાર સામે આવ્યા છે. જેમાં ટીમના વિસ્ફોટક ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરશે નહી આ એક વધુ ઝટકો છે, નોંધનીય છે કે ટીમના ઓપનર રીષભ પંત પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમની ઈજા કોહલીથી વધારે ગંભીર નથી, પરંતુ પંત હજુ પણ દર્દખી પીડાઈ રહ્યો છે. હાલ આ દર્દથી છુટકારો મળે તે માટે તેની સારવાર યથાવત રીતે ચાલું છે.

પુલ શોટ રમતા સમયે ઈજા લાગી

રૂષભ પંતને સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બેટિંગ દરમિયાન જમણી કોણીમાં ઈજા લાગી હતી. પ્રથમ ઈનિંગમાં 67 બોલમાં 36 રન બનાવનાર પંતને પેટ કમિંસની શોર્ટ બોલ પર પુલ શોટ રમતા સમયે ઈજા લાગી હતી. તે પટ્ટી બાંધીને બીજી વખત મેદાન પર પરત ફર્યો પરંતુ તે ઝડપથી રન બનાવી શક્યો નહી. અને જોશ હેઝલવુડની બોલ પર વિકેટની પાછળ કેટ આપીને પેવેલિયન ભેગો થયો હતો. ઉલ્લેખનીય છે કે ICC નિયમોની હેઠળ રિઝર્વ વિકેટકીપર બુદ્ધિમાન સાહાએ તેમની જગ્યાએ વિકેટકીપિંગ કરી રહ્યા છે. પંતની ઈજા વધારે ગંભીર નથી, તેથી તેઓ બીજી ઈનિંગમાં બેટીંગ કરવા માટે ઉતરી શકે તેવી શક્યતાઓ છે.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીથી બહાર થયા જાડેજા

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠામાં ઈજા થઈ છે, આ ઈજા મિશેલ સ્ટાર્કની બોલ વાગવાથી થઈ છે. આ ઈજાને કારણે રવિન્દ્ર જાડેજા બીજી ઈનિંગમાં બોલિંગ પણ નથી કરી. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજા ના અંગૂઠાના સ્કેન બાદ જાણવા મળ્યું છે કે, જે હાથથી બોલિંગ કરે છે, તેમાં ગંભીર ઈજા છે. જાડેજાના ડાબા અંગૂઠામાં ડિસ્લોકેશન અને ફ્રેક્ટર થયો છે. બેટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હશે.

28 રન પણ બનાવ્યા હતા

જાડેજા બ્રિસ્બેનમાં 15 જાન્યુઆરીથી રમવામાં આવનાર સીરીઝ માટે છેલ્લી ટેસ્ટનો પણ ભાગ હશે નહી. BCCI ના એક સૂત્રના પ્રમાણે જાડેજા કોઈપણ સ્થિતિમાં ઓછામાં ઓછા 2 થી ત્રણ અઠવાડિયા સુધી રમવાથી દૂર રહેશે. જાડેજાનું ટીમની બહાર રહેવું ભારતીય ટીમ માટે પરેશાની ઊભી કરશે. તેમણે પ્રથમ ઈનિંગમાં 62 રન આપીને ચાર વિકેટ ઝટકી હતી. અને સ્ટીવ સ્મિથને ડાયરેક્ટ થ્રો પર આઉટ કર્યા હતા. તે સિવાય 28 રન પણ બનાવ્યા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તામિલનાડુ/ અર્થવ્યવસ્થાને પાટા પર લેવાશે વિશ્વનાં અગ્રણી આર્થિક નિષ્ણાતોની સલાહ, રઘુરામ રાજનનો પણ કાઉન્સિલમાં સમાવેશ

Damini Patel

મોટા સમાચાર: હાલની સ્થિતિમાં રથયાત્રાનું આયોજન યોગ્ય નથી, મેડિકલ એસોસિએશને આપી દીધી આ ચેતવણી

Pravin Makwana

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કામની વાત: એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ થશે, આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!