GSTV

ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ ગુરુવારે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવ્યા હતા. આ સમયે રિષભ પંતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જે રીતે ભારતીય ખેલાડીઓથી પ્રદર્શન કર્યું તેના સંપૂર્ણ ટીમ ખુશ છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચની સીરિઝ 2-1થી પોતાના નામે કરી હતી. આ જીત એટલા માટે વધુ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે, ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા તથા અંતિમ ટેસ્ટમાં તો તમામ અનુભવી બોલરો ટીમમાં નહોતા અને પ્રથમ ટેસ્ટ બાદથી જ વિરાટ કોહલી પણ ભારત પરત આવી ગયો હતો, તેમછતાં ભારતીય ટીમે હાર માની નહોતી. પંતે ચોથી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં 89 રનની અણનમ ઈનિંગ્સ રમી અને જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ધોની સાથે સરખામણી અંગે ખુશી થાય છે, પરંતુ….

બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ દિલ્હી પરત આવેલા રિષભ પંતે કહ્યું કે,‘હું ઘણો ખુશ છું કે, અમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અમારી પાસે રાખવામાં સફળ રહ્યાં. જે રીતે અમે પ્રદર્શન કર્યું, સંપૂર્ણ ટીમ તેનાથી ઘણી ખુશ છે.’ આ સાથે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી એવા મહેન્દ્રસિંહ ધોની સાથેની સરખામણી પર પણ રિષભ પંતે કોમેન્ટ કરી હતી કે,‘જ્યારે લોકો ધોની સાથે સરખામણી કરે છે ત્યારે મને ઘણો આનંદ થાય છે. પરંતુ હું ઈચ્છીશ કે લોકો મારી સરખામણી કોઈની સાથે ના કરે. હું ભારતીય ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવવા આવ્યો છું અને તેની પર જ ધ્યાન આપી રહ્યો છું. સાથે એ પણ જરૂરી છે કે, મારા જેવા યુવા ક્રિકેટરની ધોની જેવા દિગ્ગજ ખેલાડી સાથે સરખામણી કરવી એ યોગ્ય વાત નથી.’

READ ALSO

Related posts

અમદાવાદ રિઝલ્ટ/ 36માંથી 20 બેઠક ભાજપને ફાળે, કોંગ્રેસનો સફાયો, વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો

Bansari

એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..

pratik shah

મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!