GSTV
Home » News » કાંગારૂ કેપ્ટનનું મોંઢુ બંધ કરી દેનાર પંત સ્લેજિંગને અયોગ્ય ગણતો નથી

કાંગારૂ કેપ્ટનનું મોંઢુ બંધ કરી દેનાર પંત સ્લેજિંગને અયોગ્ય ગણતો નથી

ઓસ્ટ્રેલિયા સામે રેકોર્ડ સદી (159) ઈનિંગ રમનારા ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શુક્રવારે ચોથી ટેસ્ટના બીજા દિવસે રમત સમાપ્ત થાય ત્યાં સુધી સ્લેજિંગને લઇને મોટી વાત કહી છે. ખરેખર, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બૉક્સિંગ ડે ટેસ્ટમાં કાંગારૂ કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વચ્ચે સ્લેજિંગ જોવા મળ્યું હતું.

ત્યારબાદ સિડની ટેસ્ટના બીજા દિવસે મેચ બાદ રિષભ પંતે મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું, ‘એકબીજાની સાથે હાસ્ય મજાક કરવાથી તમે મેદાનમાં સકારાત્મક રહો છો. બંને એકબીજાની સાથે વ્યસ્ત રહો છો. ખાસ કરીને અમે લોકો મેદાન પર થાકી જઇએ છીએ અને આ (હાસ્ય મજાક) એક માર્ગ છે, જે તમને મોડે સુધી સકારાત્મક અને રમત પર ધ્યાન કેન્દ્રીત રાખે છે.’

તેમણે વધુમાં કહ્યું, ‘ખેલાડી તરીકે હું તેમના વિશે વિચારતો નથી. આ દરમ્યાન મેં જે મહેસૂસ કર્યુ તે કહ્યું અને આ જ એક માર્ગ છે.’ ઉલ્લેખનીય છે કે પંત અને પેને મેલબર્ન ટેસ્ટ દરમ્યાન એકબીજા પર સ્લેજિંગ કર્યુ હતું. વન-ડે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીને સામેલ કરવાનો હવાલો આપીને પેને કહ્યું હતું, ‘એમ એસ વન-ડે ટીમમાં પરત આવ્યો છે. આ બાળકને હોબાર્ટ હરીકેન્સ મોકલી દેવો જોઇએ. જેનાથી હોબાર્ટ જેવા સુંદર શહેરમાં રજા ગાળવાની તક મળશે. શું તમે બાળકને રમાડી શકો છો? હું પોતાની પત્નીને સિનેમા લઇ જઇશ અને ત્યાં સુધી તમે મારા બાળકને રમાડજો.’

એટલું જ નહીં, પેનની સ્લેજિંગ બાદ નાથન લાયનની સ્લેજિંગને પણ મજબૂત જવાબ મળ્યો. રિષભ પંત અને નાથન લાયનની વચ્ચે આ બનાવ બૉક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસે 80મી ઓવરમાં જોવા મળ્યો. આ દરમ્યાન રિષભ પંતે લાયનને કહ્યું, ‘કમ ઑન ગેરી. તમારી પાસે કાલ હાંસલ કરવા માટે કઈ બચશે નહીં.’ પંતની આ વાત પર લાયન હસવા લાગ્યો અને કહ્યું, હું સમજી શકતો નથી કે તમે શું કહી રહ્યાં છો. ત્યારબાદ લાયને કહ્યું, ‘રિષભ હું તમને ખૂબ પસંદ કરું છું.’

તો પેનના ‘બેબીસીટર’ની વાત પર પંતે તે પણ કરી બતાવ્યું. ખરેખર, પેનની પત્ની બોની પેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસનના ઘરે આયોજીત કાર્યક્રમ દરમ્યાન પંત પેનના બાળકોને ખોળામાં ઉઠાવીને હસી રહ્યાં હતાં. બોન્ની ખુદ આ તસ્વીરમાં દેખાઇ રહી છે. તેમણે તસ્વીરની સાથે લખ્યું હતું, ‘બેસ્ટ બેબીસિટર.’

READ ALSO

Related posts

પ્રાંતિજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, સામાન્ય વરસાદમાં કેડસમા પાણી ભરાતા જનજીવન મુશ્કેલીમાં

Mansi Patel

વિશ્વના આ બન્ને દેશો બતાવશે ભારતની સત્તાવાર આ ચેનલ

Path Shah

બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી મળી આવ્યો 80 લીટર દેશી દારૂના જથ્થો અને….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!