GSTV
Gujarat Government Advertisement

ધોનીના ગઢમાં લાગ્યાં ઋષભ પંતના નારા, પહેલી અડધી સદી ફટકારીને કરી દીધું આલોચકોનું મોઢુ બંધ

Last Updated on December 16, 2019 by Bansari

ચેન્નઇમાં રમાયેલી વન ડે દરમિયાન ધોનીની ગેરહાજરી હોવા છતાં આખુ શહેર પર ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટનનો ચાર્મ હજુ પણ એવો જ છે. આ શહેરમાં ધોનીના નામની એક ગલી પણ છે. ચેન્નઇના લોકો વચ્ચે ધોનીનો ક્રેઝ હજુ પણ એવો જ છે જેવો આ વર્ષે આઇપેલની શરૂઆત પહેલાં પ્રેક્ટિસ મેચમાં જોવા મળ્યો હતો. ત્યારે ‘થાલા’ના ફેન્સને ધોનીના બેટિંગનો જાદુ ભલે જોવા ન મળ્યો હોય પરંતુ તેના ઉત્તરાધિકારી મનાતા યુવા ઋષભ પંતે તેમને નિરાશ કર્યા ન હતાં.

22 વર્ષીય પંત ત્યારે મેદાન પર ઉતર્યો હતો, જ્યારે રોહિત શર્માની વિકેટ પડ્યાં બાદ ભારતનો સ્કોર 19મી ઓવરમાં 3 વિકેટ પર 80 રનનો હતો. તે બાદ પંત અને શ્રેયસ ઐય્યરે મળીને ભારત માટે એક મજબૂત સ્કોર ઉભો કરતાં ચોથી વિકેટ માટે 114 રનની શાનદાર પાર્ટનરશીપ કરીય એક ધીમી પિચ પર, જ્યાં સ્ટ્રોંગ-મેકિંગ સરળ ન હતી, ત્યાં દિલ્હીના આ વિકેટકીપર બેટ્સમેને 69 બોલ પર 71 રનની ઇનિંગ રમી.

ઋષભ પંત માટે આ ઇનિંગ એટલા માટે ખાસ રહી કારણ કે તે તેની પહેલી આંતરરાષ્ટ્રીય અડધી સદી હતી. પંતે પોતાની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. તેની પહેલાં તેણે 12 વન ડે રમી હતી અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હચો. દબાણમાં બેટિંગ કરવા આવેલા પંતે જ્યારે પોતાના જ અંદાજમાં હેલિકોપ્ટર શૉટ ફટકાર્યો તો સ્ટેડિયમમાં હાજર દર્શકોએ ‘પંત..પંત…’ના નારા લગાવવાના શરૂ કરી દીધાં.

ઋષભ પંત જ્યારે આઉટ થઇને પેવેલિયન તરફ જઇ રહ્યો હતો, ત્યારે પણ ઋષભ માટે ત્યાં હાજર દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેને સન્માન આપ્યું.

ચેપૉકમાં પોતાના નામના નારા લાગ્યા બાદ પંતે કહ્યું કે, હું મારા તરફથી પૂરતો પ્રયાસ કરી રહ્યો છું કે પ્રદર્શનમાં સુધારો આવી શકે. હું શીખી રહ્યો છુ. ટીમની જીત માટે હું જે કરી શકું તેના પર ફોકસ કરીશ. આખરે મે રન બનાવ્યાં.

મોટાભાગે ગેરજવાબદારીભર્યા શૉટ રમીને પોતાની વિકેટ ફેંકી દેનારા પંતે કહ્યું કે, તેને હવે સમજાયુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્વાભાવિક ખેલ દેખાડવા જેવું કંઇ નથી હોતુ અને સ્થિતિ અનુરૂપ રમવુ મહત્વનું હોય છે. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું કે, હું એટલુ સમજી ગયો છું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્વાભાવિક ખેલ જેવું કંઇ નથી હોતુ. ટીમની સ્થિતી અને જરૂરિયાત પ્રમાણે રમવુ પડે છે.

ભારતે ઐય્યર (70) અને પંત (71)ની અડધી સદીની મદદથી 8 વિકેટના નુકસાન પર 287 રન બનાવ્યા. જે બાદ વેસ્ટ ઇન્ડીઝને હેટમાયર (139) અને શાઇ હોપ (102)ની સદીની મદદથી 2 વિકેટ પર 291 રનાવીને મેચ જીતી લીધી. હેટમાયર મેન ઑફ ધ મેચ રહ્યો જેણે 106 બોલ પર 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!