વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર, કોણ કપાયા-કોને મળ્યું સ્થાન

વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમે ‘ટીમ ઈન્ડિયા’ની જાહેરાત કરી દીધી છે. યુવાન વિકેટકીપર રિષભ પંતને ટીમ ઈન્ડિયાની વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. તો દિનેશ કાર્તિકને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા હજી પણ ઈજાગ્રસ્ત હોવાને કારણે તેમને ટીમમાં સ્થાન અપાયુ નથી. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે  ટીમમાં યથાવત છે. આ ટીમ પ્રથમ બે વન-ડે મેચ માટે પસંદ કરાઈ છે.

મહત્વનું છે કે, વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝની સામે કેપ્ટનશિપ કરશે. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને વેસ્ટ ઈન્ડિઝની શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ વન-ડે મેચોની શ્રેણીની શરૂઆત 21 ઓક્ટોબરે થશે.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, એમ એસ ધોની, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, શાર્દુલ ઠાકુર, કે એલ રાહુલ.

વન-ડે શ્રેણીની પ્રથમ મેચ 21 ઓક્ટોબરે ગુવાહાટી, બીજી 24મીએ ઈન્દોરમાં, ત્રીજી 27મીએ પુણે, 29મીએ મુંબઈમાં અને પાંચમી 1 નવેમ્બરે તિરૂવનંતપુરમમાં રમાશે. ત્યારબાદ ત્રણ મેચોની ટી-20 શ્રેણી રમાશે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટની પ્રથમ મેચ કોલકત્તામાં 4 નવેમ્બરે, બીજી મેચ 6 નવેમ્બરે લખનઉ અને ત્રીજી 11 નવેમ્બરે ચેન્નઈમાં રમાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter