GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

IND vs ENG: પોતાની ત્રીજી ટેસ્ટમાં પંતે સદી ફટકારી તોડ્યો ધોનીનો રેકોર્ડ

ઓવેલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ રમાઇ રહી છે. જેમાં ભારતીય ટીમ પ્રતિષ્ઠા માટે મેદાનમાં ઉતરી છે. કારણ કે આ પહેલા જ ટેસ્ટ સિરીઝ ભારત ગુમાવી ચુકી છે. પાંચમાં દિવસે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 324 રનનો સ્કોર બનાવી લીધો છે. ક્રિઝ પર હાલ રવિન્દ્ર જાડેજા અને રૂષભ પંત 113 રન પર અણનમ છે.

પાંચમાં દિવસે ક્રિઝ પર ટકી રહેલા ભારતીય ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. ચોથા દિવસે ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રહાણે અને રાહુલની ભાગીદારીએ ટીમ ઇન્ડિયાને એક સન્માનજનક સ્કોર પર લાવી મુક્યા. જ્યાંથી ભારતીય ટીમને જીતની રાહ દેખાઇ રહી હતી. બંન્નેએ મળીને 100 રનનો સ્કોર પણ કર્યો.

જે પછી કેએલ રાહુલ અને રૂષભ પંત બેટીંગ માટે ઉતર્યા અને તેમની વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે 204 રનની પાર્ટનરશીપ નોંધાઇ. જોકે કેએલ રાહુલ 149 રન બનાવી ઇંગ્લેન્ડના સ્પીનર રાશિદનો શિકાર બન્યો હતો.

રાશિદની આશ્ચર્યજનક બોલિંગે પલભરમાં રાહુલના સ્ટમ્પને ઉખાડી નાખ્યો હતો. જેથી ભારતીય ફેન્સમાં નિરાશાના વાદળો ઘેરાયા હતા. આ પછી વિરાટ કોહલીની મેન ઇન બ્લુને આ ટેસ્ટ મેચ બચાવવી કઠીન લાગી રહી છે.

આ વચ્ચે રિષભ પંતે ધોનીના રેકોર્ડને તોડી નાખ્યો છે. મહેન્દ્રસિંહ ધોનીએ આજ ગ્રાઉન્ડ પર 92 રનનો સ્કોર ફટકાર્યો હતો. જે કોઇ ભારતીય બેટ્સમેન-વિકેટકિપર દ્વારા ઇંગ્લેન્ડની ધરતી પર ફટકારવામાં આવેલો શ્રેષ્ઠ સ્કોર હતો. પરંતુ રૂષભ પંતની ડેબ્યુ સેન્ચુરીએ ધોનીના કિર્તીમાનને ધ્વંસ કરી નાખ્યો હતો.

Related posts

વિયતનામમાં 50 દિવસ બાદ ફૂટબોલની વાપસી, 30 હજાર દર્શકોની હાજરીમાં રમાઈ મેચ

Mansi Patel

ઘરે વાળ કપાવવા ફૂટબોલર ખેલાડીઓને મોંઘા પડ્યા, આઠ લાખનો દંડ ભરશે

Mansi Patel

પ્રશંસકોની સલાહ બાદ લિએન્ડર પેસનો નિર્ણય, નિવૃત્તિ અંગે આ મહત્ત્વની વાત કરી

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!