GSTV
Cricket Sports Trending

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ ઋષભ પંતે સોશિયલ મીડિયામાં લખ્યું – ‘મને ક્યારેય ખબર નહોતી કે…’

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત વિશે સારા સમાચાર આવ્યા છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમ તમે જાણો છો, પંતનો 30 ડિસેમ્બરની સવારે અકસ્માત થયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં તેનો આબાદ બચાવ થયો હતો. પંતને ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાછા ફરવામાં સમય લાગશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંત આ વખતે IPLમાંથી પણ બહાર છે.

30 ડિસેમ્બરે થયેલા અકસ્માત બાદઋષભ પંતની દેહરાદૂનમાં સારવાર કરાવવામાં આવી હતી. તેને સર્જરી માટે 4 જાન્યુઆરીએ એરલિફ્ટ કરીને મુંબઈ લઈ જવામાં આવ્યો હતો. પંત 40 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ હવે પહેલીવાર બહાર આવ્યો છે અને તે સમજી શકાય છે કે તે અને તેના પરિવાર માટે તે કેટલો ખુશ હશે.

ઋષભ પંતે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાની જાણકારી આપી. તેણે એક ફોટો શેર કર્યો, જે તેના ઘરનો હતો. ઋષભ પંતે આ ફોટો સાથે ઈમોશનલ કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું- હું ક્યારેય જાણતો ન હતો કે ખુલ્લી હવામાં શ્વાસ લેવામાં આટલો ધન્ય લાગે છે.

રિષભ પંત દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન છે, જો કે તેને ક્રિકેટના મેદાનમાં પરત ફરવામાં સમય લાગશે. રિષભ પંત માત્ર આઈપીએલ જ નહીં પરંતુ આગામી વનડે વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. જો ઋષભ પંત સ્વસ્થ હોત તો તે અત્યારે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી રમી રહ્યો હોત.

READ ALSO

Related posts

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla

મમતા બેનર્જી અને અશ્વિની વૈષ્ણવની વચ્ચે પ્રેસ કોન્ફરન્સમાં ટક્કર, બંગાળના CMના દાવા પર રેલવે મંત્રીએ વાંધો વ્યક્ત કર્યો

Vushank Shukla
GSTV