GSTV
Home » News » ઋષભ પંત બન્યો આ રેકોર્ડનો કિંગ, ધોની સહિત આ દિગ્ગજ ભારતીય વિકેટકીપરોને છોડ્યા પાછળ

ઋષભ પંત બન્યો આ રેકોર્ડનો કિંગ, ધોની સહિત આ દિગ્ગજ ભારતીય વિકેટકીપરોને છોડ્યા પાછળ

ઋષભ પંતે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. પંત કોઇ ટેસ્ટ સીરીઝમાં સૌથી વધુ શિકાર કરનાર ભારતો પહેલો વિકેટકીપર બની ગયો છે. ઇશાંતે નાથનલ લિયોનને પંતના હાથે કેચ કરાવીને ભારતને ઐતિહાસિક વિજય અપાવ્યો છે. પંતનો હાલની સીરીઝમાં આ 20મો શિકાર હતો અને આ જ રીતે તેઓ કોઇ એક સીરીઝમાં સૌથી વધુ શિકાર કરનાર ભારતીય વિકેટકીપર બન્યો છે.

પંતે પૂર્વ વિકેટકીપર નરેન તમ્હાને અને સૈયદ કિરમાનીનો રેકોર્ડ તોડ્યો. આ બંનેના નામે કોઇ સીરીઝમાં સૌથી વધુ 19-19 વિકેટ નોંધાયેલી હતી. તમ્હાને પાકિસ્તાન સામે 1954-55માં સાત મેચની સીરીઝમાં જ્યારે ફિરમાને પણ પાકિસ્તાન સામે 1979-80માં છ મેચની સીરીઝ દરમિયાન આ ઉપલબ્ધિ હાંસેલ કરી હતી.

આ યાદીમાં ચોથા સ્થાને 17 શિકાર સાથે એમએસ ધોની છે. ધોનીએ બે વાર આ ઉપલબ્ધી હાંસેલ કરી છે. તેમણે 2006માં વેસ્ટઇન્ડીઝ સામે ચાર મેચની સીરીઝમાં પહેલીવાર આ કમાલ કરી હતી. તે બાદ 2014માં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં તેણે ફરીથી આ ઉપલબ્ધી હાંસેલ કરી હતી.

જણાવી દઇએ કે પંતે એડિલેડમાં 11 કેચ લઇને એબી ડીવીલીયર્સ અને જેક રસેલના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. એક ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાના મામલે ઋષભ પંત, એબી ડીવીલિયર્સ અને જેક રસેલ સંયુક્ત રૂપે નંબર-1 પર યથાવત છે.


ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ રવિવારે બોક્સિંગ-ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ઇતિહાસ રચ્યો. ભારતે આ સાથે જ બૉર્ડર-ગાવાસ્કર ટ્રોફી પર કબજો યથાવત રાખ્યો છે. આ ટીમ ઇન્ડિયાની 150મી ટેસ્ટ જીત રહી.

Read Also

Related posts

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા અમદાવાદની આ શાળામાં યોગનું કરવામાં આવ્યું

Nilesh Jethva

શિલ્પા શેટ્ટી આજે સુરતની મુલાકાતે, આશરે ત્રણ હજારથી વધુ લોકોની બની ટીચર

Arohi

ભારત અમેરીકા વચ્ચે ટ્રેડવોર ચાલુ, 29 વસ્તુઓ પર ભાવ વધ્યાં

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!