GSTV

IND vs AUS: અંતિમ ટેસ્ટ મેચમાં છવાયો રિષભ પંત, 1 જ રન બનાવીને તોડ્યો ધોનીનો આ મોટો રેકોર્ડ

પંત

Last Updated on January 19, 2021 by Bansari

ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબા મેદાન પર છેલ્લી ટેસ્ટમાં કાંટાના ટક્કર જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાએ ઇન્ડિયાની જીત માટે 328 રનનો પડકાર આપ્યો છે. છેલ્લા સેશનમાં ઇન્ડિયાને શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રિષભ પંતથી સૌને ખાસ આશા છે. બીજી ઇનિંગમાં રિષભ પંતે એક રન બનાવતા જ ધોનીને મોટો રેકોર્ડ તોડી નાંખ્યો.

પંતે સૌથી ઓછી ઇનિંગમાં પૂરા કર્યા 1000 રન

રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પૂરા કરી લીધા છે. રિષભ પંતે 1000 રન પૂરા કરવા માટે 27 ઇનિંગ રમી છે અને આ સાથે જ તેઓ વિકેટકીપર ધોનીનો સૌથી ઓછી ઇનિંગમાં 1000 રનનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે. વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંત હવે સૌથી ઓછી ઇનિંગમાં 1000 રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

ટેસ્ટ ક્રિકેટમાં પંતનો શાનદાર રેકોર્ડ

ટેસ્ટ ક્રિકેટમાં પંતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પંતે 16 ટેસ્ટ મેચમાં 1000 રન બનાવ્યા છે અને તેની બેટિંગ એવરેજ 40થી ઉપરની છે. આ ઉપરાંત રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં આશરે 70ના સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવે છે. પંતે બે શતક અને ત્રણ અર્ધશતક ફટકારી છે.

પંત

સિડની ટેસ્ટમાં રિષભ પંતે શાનદાર ઇનિંગ રમી હતી. સિડની ટેસ્ટમાં રિષભ પંતે 97 રન બનાવ્યા અને તે ઓસ્ટ્રેલિયા સામે સતત 9 ઇનિંગમાં 25થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે.

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની સીરીઝ 1-1થી બરાબરી પર છે. બ્રિસબેન ટેસ્ટના પરિણામથી જ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી સીરીઝનો નિર્ણય થશે.

Read Also

Related posts

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari

આ સ્કીમમાં મળશે 30,000 રૂપિયા, કોણ માટે છે આ સ્કીમ અને કેવી રીતે કરવું અરજી; જાણો બધી ડીટેલ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!