રિષભ પંતનો નવો રેકોર્ડ, ધોની સહિત આ દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમના યુવા વિકેટકીપર રિષભ પંતે પર્થ ટેસ્ટમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. પંતે ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઈનિંગમાં મોહમ્મદ શમીની બોલિંગમાં શૉન માર્શનો કેચ પકડીને સીરીઝમાં પોતાનો 15મો શિકાર પૂર્ણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અત્યાર સુધીના કોઇ પણ ભારતીય વિકેટકીપરનો ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં બેસ્ટ પ્રદર્શન છે.

આ અગાઉ એડિલેડ ટેસ્ટમાં પંતે 11 કેચ પકડ્યા હતાં. પંતે બીજી ટેસ્ટમાં અત્યાર સુધી ચાર કેચ પકડ્યા છે. પંતે અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની એક શ્રેણીમાં બેસ્ટ પ્રદર્શન કરીને રેકોર્ડ સૈયદ કિરમાની, મહેન્દ્રસિંહ ધોની (બે વખત) અને રિદ્ધીમાન સાહાના નામે હતો, જેણે 14-14 કેચ પોતાના નામે કર્યા હતાં.

પૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાનીએ 1979-80માં ભારતમાં રમાયેલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે 14 કેચ પકડ્યા હતાં, જેમાં 11 કેચ અને 3 સ્ટમ્પિંગ સામેલ હતાં. આ અગાઉ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2012-13 અને 2014-15માં આ સિદ્ધી બે વખત પ્રાપ્ત કરી છે.

પ્રથમ વખત ભારતમાં રમાયેલી સીરીઝમાં ધોનીએ ઓસ્ટ્રેલિયાના નવ ખેલાડીઓને કેચ આઉટ કર્યા હતા, જ્યારે પાંચ બેટ્સમેનોને સ્ટમ્પિંગ કરીને પેવેલિયન મોકલ્યા હતાં. તો તેમણે બીજી વખત ઓસ્ટ્રેલિયામાં 13 કેચ અને એક સ્ટમ્પિંગના રૂપમાં 14 લોકોને આઉટ કર્યા હતાં. આ ધોનીની છેલ્લી ટેસ્ટ શ્રેણી હતી.

ધોની અને કિરમાની સિવાય સાહાએ પણ એક વખત સીરીઝમાં 14 કેચ પકડવાનો રેકોર્ડ બનાવ્યો છે. સાહાએ 2016-17માં ભારતમાં ઓસ્ટ્રેલિયાના 14 ખેલાડીઓને આઉટ કર્યા હતાં, જેમાં 13 કેચ અને એક સ્ટમ્પિંગ સામેલ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter