GSTV
Home » News » INDvAUS: નામ-ઋષભ પંત, ઉંમર-21 વર્ષ, રેકોર્ડ-ગણતા જ રહી જશો

INDvAUS: નામ-ઋષભ પંત, ઉંમર-21 વર્ષ, રેકોર્ડ-ગણતા જ રહી જશો

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે સીડની ટેસ્ટની પહેલી ઇનિંગમાં 137 રન પર આઠ ચોગ્ગાની મદદથી સદી પૂરી કરી લીધી. આ દરમિયાન આ યુવા ખેલાડીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રિષભ પંતે ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનારા એકમાત્ર ભારતીય વિકેટકીપર છે. તેની પહેલા ફારુખ એન્જિનિયરે 94 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકીપરે ઓસ્ટ્રેલિયા સામે હાલની સીરીઝમાં 200થી વધુ રન બનાવવા ઉપરાંત 20 કેચ પણ કર્યા છે. તે આ સિદ્ધી મેળવનાર પ્રથમ એશિયન વિકેટકીપર છે.

પંતે ઇંગ્લેન્ડના પ્રવાસે પણ ઓવલમાં 114 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ તે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર બીજો વિદેશી વિકેટકીપર-બેટ્સમેન બની ગયો છે. તેની પહેલાં વેસ્ટઇન્ડીઝના જેફ ડુજોને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે આવું કર્યુ હતુ.

રિષભ પંત વિદેશી ધરતી પર બે સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર પણ છે. 21 વર્ષીય આ વિકેટકીપર બેટ્સમેન અત્યારસુધી 9 ટેસ્ટમાં બે સદી અને બે અડધી સદી ફટકારી ચુક્યો છે. તે બે વાર 92-92 રન બનાવીને આઉટ થયો છે. પંત વેસ્ટઇન્ડીઝ સામે હૈદરાબાદ અને રાજકોટમાં આ સ્કોર પર આઉટ થયો હતો. જ્યારે ઓવલ ટેસ્ટમાં મેચની ચોથી ઇનિંગમાં તેણે સદી ફટકારી હતી. તે ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર એકમાત્ર ભારતીય વિકેટકીપર છે.

જણાવી દઇએ કે મેચના બીજા દિવસે ઋષભ પંત શાનદાર શોટ્સ રમતો જોવા મળ્યો. બીજા દિવસે તેણે મેચ દરમિયાન કંઇક એવું કર્યુ કે ચારેકોર તેની ચર્ચા થઇ રહી છે. ડ્રિંક્સ દરમિયાન પંત ગ્રાઉન્ડ પર આરામ કરી રહ્યો હતો અને તે બંને પગ ઉંચા કરીને ઉભો થઇ ગયો. ઋષભના આ સ્ટંટનો વીડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Read Also

Related posts

વડોદરાના કુંભારવાડામાં બે જૂથ વચ્ચે અથડામણ, ઘરમાં ઘૂસી કરી તોડફોડ

Nilesh Jethva

આ IPS ઓફિસરે ‘બિગ બોસ’ માં ભાગ લેવાની ઓફર બીજી વખત ઠુકરાવી

Kaushik Bavishi

ભારત-પાકિસ્તાનની મેચ વચ્ચે અમદાવાદમાં જોવા મળી અનોખી કોમી એકતા, હિંદુ-મુસ્લિમ પરિવારે સાથે જોઈ મેચ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!