GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

સ્ટંપ આઉટ કરીને પણ ઋષભ પંતે કરી નાખ્યું બ્લંડર, સોશિયલ મીડિયા પર ઊડી મજાક

છેલ્લા કેટલાક સમયથી ઋષભ પંત બેટિંગ બાબતે આલોચકોના નિશાને છે, પરંતુ બાંગ્લાદેશ સામેની રાજકોટની ટી-20 મેચમાં તેણે વિકેટ કીપિંગમાં પણ બ્લંડર કરી નાખ્યું.

વિકેટની પાછળ ઊભેલો ઋષભ પંત જાણે સ્ટંપિંગ કરવાનું જ ભૂલી ગયો. તેની આ ભૂલનો ફાયદો બાંગ્લાદેશી બેટ્સમેનને મળી ગયો.

છઠ્ઠી ઓવરના ત્રીજા બૉલમાં યુજવેન્દ્ર ચહલે બાંગ્લાદેશના ઓપનર લિટન દાસને ઋષભ પંતના હાથે સ્ટંપ કરાવ્યો અને ભારતીય ટીમે વિકેટ મળી ગઈ એની ખુશી પણ વ્યક્ત કરી.

પરંતુ આ ખુશી લાંબી ન ચાલી. લિટન દાસની સ્ટંપિંગની આ બાબત થર્ડ અંપાયર પાસે ગઈ તો રિપ્લેમાં જાણવ અમળ્યું કે, ઋષભે બૉલને વિકેટોની આગળથી જ પકડી લીધો હતો. તેના ગ્લવ્સનો થોડો ભાગ સ્ટંપ્સની આગળ હતો. જેના કારણે અંપાયરે તેને નો બૉલ કહ્યો. સાથે-સાથે બીજો બૉલ ફ્રી હિટ માટે પણ આપ્યો, જેમાં લિટન દાસે ચોગ્ગો માર્યો.

ઋષભ પંતની આવી વિકેટ કીપિંગ જોઇ કેપ્ટન રોહિત શર્મા પણ નિરાશ દેખાયો. ત્યારબાદ તો ઋષભ પંત સોશિયલ મીડિયા પર જબરજસ્ત ટ્રોલ થયો.

જે સમયે આ નો બૉલ આપવામાં આવ્યો ત્યારે લિટન દાસ 14 બૉલે 17 રન બનાવી રમી રહ્યો હતો. જોકે ત્યારબાદ લિટન દાસને 29 રનના સ્કોરે ઋષભ પંતે જ રન આઉટ કર્યો.

Related posts

જ્યારે ધોનીએ દાદાને કહ્યું – ‘તમે કરો કેપ્ટનશિપ’, આશ્ચર્યચકિત થઈ ગયા હતા ગાંગુલી

Ankita Trada

ENG vs WI: સાઉથેમ્પ્ટનમાં ઇંગ્લેન્ડનો પરાજય, વેસ્ટઈન્ડીઝના વિજયમાં બ્લેકવુડ ચમક્યો

Ankita Trada

સુરતની નવી કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી, ઓક્સિજન ટેન્કમાંથી મોટી માત્રામાં ઓક્સિજનનો થયો વ્યય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!