GSTV

સતત બીજા દિવસે પેટ્રોલ ડિઝલમાં વધ્યા ભાવ, આર્થિક સ્થિતિ થશે વધુ ડામાડોળ

પેટ્રોલ-ડીઝલ

એક બાજુ સામાન્ય જનતાની કોરોના મહામારીને પગલે આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. ત્યાં પેટ્રોલ ડિઝલમાં વધી રહ્યા ભાવો વધુ આર્થિક સ્થિતિ ડામાડોળ કરી શકે છે. કોરોના મહામારી વચ્ચે મોંઘવારી પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત બીજા દિવસે પણ વધારો થયો હતો. પેટ્રોલ 15 પૈસા જ્યારે ડિઝલ 20 પૈસા મોંઘુ થયું હતું. જે સાથે જ દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 81.38 રૂપિયા અને ડિઝલનો ભાવ 70.88 રૂપિયાએ પહોંચી ગયો હતો.

ડિઝલની કિમતોમાં બીજી ઓક્ટોબર બાદ કોઇ ફેરફાર નહોતા કરાયા

હજુ શુક્રવારે જ પેટ્રોલની કિમતમાં 17 પૈસા અને ડિઝલમાં 22 પૈસાનો વધારો કરાયો હતો. 22મી સપ્ટેમ્બર બાદ પહેલી વખત પેટ્રોલ અને ડિઝલની કિમતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જ્યારે ડિઝલની કિમતોમાં બીજી ઓક્ટોબર બાદ કોઇ ફેરફાર નહોતા કરાયા પણ હવે તેમાં પણ વધારો કરાયો છે.

વેટ અને સેલ્સ ટેક્સના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા

રાજ્યોના વેટ અને સેલ્સ ટેક્સના આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. જે નવો વધારો થયો છે તે મુજબ મુંબઇમાં પેટ્રોલ પ્રતિ લિટર 88.09, ડિઝલ પ્રતિ લિટર 77.11 રૂપિયાએ પહોંચી ગયું હતું. ભારતની પેટ્રોલિયમ કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવના આધારે પેટ્રોલ અને ડિઝલની કિમતોમાં ફેરફાર કરતી હોય છે. હાલ કોરોના મહામારી વચ્ચે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ/ 114 દિવસ વિત્યા હજુ ચાર્જશીટ અને પંચની તપાસ બાકી! 8 કોરોના પેશન્ટ થયા હતા જીવતા ભડથું

pratik shah

દેશમાં કોરોનાનો આંકડો/ છેલ્લા 24 કલાકમાં આવ્યા 41,810 નવા કેસ, 496 લોકોના થયા મોત

Pravin Makwana

24 હજાર અમદાવાદીઓ ઘરમાં કેદ, દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું: તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!