GSTV
Gujarat Government Advertisement

પાણીમાં કરજો વધાર: ખાદ્યતેલના ભાવમાં થયો ધરખમ વધારો, સામાન્ય જનતા માથે પડતા પર પાટુ

Last Updated on May 6, 2021 by Pravin Makwana

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે કપાસિયા તેલના ભાવ વધી આવ્યા હતા જ્યારે  સિંગતેલના ભાવ શાંત હતા.  દરમિયાન વિવિધ  આયાતી  ખાદ્યતેલોના ભાવ એકંદરે  મક્કમ  રહ્યા હતા.  આયાતી   પામતેલનો આજે  નવા વેપારો જોકે ધીમા રહ્યા હતા પરંતુ મંગળવારે મોડી સાંજ પછી વિવિધ  ડિલીવરીમાં  ૧૦૦૦થી ૧૫૦૦ ટનના વેપાર મે ડિલીવરી માટે ૧૦ કિલોના રૂ.૧૩૫૫ સુધી તથા જૂન ડિલીવરીમાં  રૂ.૧૩૪૦ થયાના નિર્દેશો હતા.  મુંબઈ બજારમાં  આજે  ૧૦ કિલોના ભાવ કપાસિયા તેલના વધી  રૂ.૧૫૦૦ રહ્યા હતા.   જ્યારે મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૨૦ તથા સિંગતેલના  ભાવ રૂ.૧૫૯૦ રહ્યા હતા.

ઑયલ

 ઉત્પાદક મથકોએ કોટન વોશ્ડ  વધી રૂ.૧૪૫૦થી ૧૪૫૩  રહ્યું હતું જ્યારે સિંગતેલના ભાવ રૂ.૧૫૫૦  તથા ૧૫ કિલોના  રૂ.૨૪૪૦થી  ૨૪૫૦ મથકોએ રહ્યા હતા.   મુંબઈ બજારમાં  આયાતી પામતેલના  ભાવ રૂ.૧૩૪૦થી ૧૩૪૫ તથા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ  કંડલાના ભાવ રૂ.૧૨૪૫ રહ્યા હતા. 

સોયાતેલના ભાવ વધી રૂ.૧૪૨૦થી ૧૪૨૫  જ્યારે સનફલાવરના રૂ.૧૬૮૦ તથા રિફાઈન્ડના  રૂ.૧૭૩૦  રહ્યા હતા.  સોયાબીનના વાયદાઓ ઉછળી આજે  ૩ ટકા ઉંચા બોલાતા હતા. અમેરિકાના  બજારોમાં  આજે સાંજે  પ્રોજેકશનમાં  સોયાતેલના ભાવ  ૩૫થી ૩૬ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચાર હતા.

દરમિયાન વિશ્વ બજારમાં  આજે મલેશિયા ખાતે  પામતેલનો  વાયદો મિશ્ર હવામાન  બતાવતો હતો.   ત્યાં વાયદામાં નજીકની ડિલીવરીના ભાવ ૬ પોઈન્ટ  વધ્યા  હતા જ્યારે  દૂરની ડિલીવરીના ભાવમાં ૧થી ૩ પોઈન્ટનો  ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યાં  પામ પ્રોડકટના ભાવ પણ આજે નજીકની ડિલીવરીમાં  ૨.૫૦ ડોલર  વધ્યા હતા જ્યારે  દૂરની ડિલીવરીના ભાવ  ૨.૫૦થી ૧૦.૦૦ ડોલર નરમ રહ્યા હતા.   

મલેશિયા  ખાતેથી  પામતલની કુલ નિકાસ મે મહિનાના  પ્રથમ પાંચ  દિવસમાં  આશરે  ૩૭થી ૩૮  ટકા જેટલી  વધી હોવાનું  વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.   ત્યાંથી  નિકાસ વધતાં  ત્યાં સિલ્લક  સ્ટોક અપેક્ષા કરતા   નીચો ઉથરતો  જોવા મળ્યાના સમાચાર હતા.

દરમિયાન,  અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં  સોયાતેલના ભાવ ૩૬ પોઈન્ટ  ઘટયા  હતા જ્યારે   ત્યાં સોયાબીન તથા સોયાખોળના  ભાવ ઓવવરનાઈટ પ્લસમાં રહ્યાના  સમાચાર હતા.   દરમિયાન ત્યાં કોટનના  ભાવ ઓવરનાઈટ ૧૦૪ પોઈન્ટ  તૂટયાના સમાચાર પણ મળ્યા હતા.   આજે ત્યાં  પ્રોજેકશનમાં  ભાવ આરંભમાં   નરમ રહ્યા પછી  સાંજે ઉંચા બોલાઈ રહ્યાના સમાચાર હતા. 

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!