GSTV

રિલાયન્સ ગુજરાતમાં કરશે 5.95 લાખ કરોડનું રોકાણ, 10 લાખ લોકોને મળશે નોકરી

Last Updated on January 13, 2022 by Vishvesh Dave

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ.૯પ લાખ કરોડના રોકાણો કરશે. જે માટે ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના રોકાણો માટે ગાંધીનગરમાં MoU થયા છે. આ MoUથી ૧૦ લાખ જેટલી રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં આવનારા દશકમાં ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો-સિસ્ટમના વિકાસ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રૂ. પ લાખ કરોડના આ સૂચિત રોકાણો કર્યા છે.

મુકેશ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર.

રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ MoU ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ન્યૂ એનર્જી મેન્યૂફેકચરીંગ-ઇન્ટીગ્રેટેડ રિન્યુએબલ મેન્યૂફેકચરીંગ અન્વયે ૬૦ હજાર કરોડનું રોકાણ કરશે.

RIL એ જમીનની શરૂ કરી શોધ

RIL વતી કહેવામાં આવ્યું છે કે કંપનીની ડી-કાર્બોનાઇઝેશન અને ગ્રીન ઇકો-સિસ્ટમ પહેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત છે. રિલાયન્સે કચ્છ, બનાસકાંઠા અને ધોલેરામાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્રોજેક્ટ માટે લેન્ડ સ્કાઉટિંગ શરૂ કર્યું છે. કંપનીએ વહીવટીતંત્ર પાસે કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માંગણી કરી છે.

આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે. ઉપરાંત રિલાયન્સ જિઓ નેટવર્કને 5G માં અપગ્રેડ કરવા આગામી વર્ષોમાં ૭પ૦૦ કરોડ, આવનારા પાંચ વર્ષમાં રિલાયન્સ રિટેઇલમાં રૂ. ૩૦૦૦ કરોડ અને હાલના તથા નવા પ્રોજેક્ટસમાં મળીને રૂ. રપ હજાર કરોડના રોકાણોના પ્રસ્તાવ પણ રજૂ કરાયા છે.

RIL નવા સાહસોમાં કરશે 25 હજાર કરોડનું રોકાણ

આ સિવાય રિલાયન્સ દ્વારા આગામી 3 થી 5 વર્ષમાં વર્તમાન પ્રોજેક્ટ્સ અને નવા સાહસોમાં 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. કંપનીએ 3 થી 5 વર્ષમાં Jio નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવા માટે રૂ. 7,500 કરોડ અને રિલાયન્સ રિટેલમાં 5 વર્ષમાં રૂ. 3 હજાર કરોડનું રોકાણ કરવાની પણ દરખાસ્ત કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!