GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા કેટલોક હિસ્સો આ કંપનીઓને વેચે તેવી યોજના

મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું દેવું ઘટાડવા માટે ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટનો કેટલોક હિસ્સો બ્રુકફિલ્ડ અને અન્ય રોકાણકારોને વેચવાની યોજના બનાવી છે. આજે જાહેર કરેલા જૂન ક્વાર્ટરના પરિણામમાં રિલાયન્સે જણાવ્યું કે, ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટમાં કેનેડાની એસેટ્સ મેનેજમેન્ટ કંપની બ્રકફિલ્ડ 25215 કરોડનું રોકાણ કરશે.

બ્રુકફિલ્ડ સાથેની આ ડીલ મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના દેવાના બોજમાં રૂ.12000 કરોડનો ઘટાડો કરવાની ઇચ્છા રાખે છે. નોંધનિય છે કે, એપ્રિલથી જૂનના સમયગાળામાં કંપનીનું બાકી દેવું સાધારણ વધીને રૂ. 2,88,243 કરોડ થું છે. જે માર્ચ 2019માં રૂ. 2,87,505 કરોડ નોંધાયું હતું.

RIIHL અને BIF IV Jarvis India વચ્ચે થયો કરાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકી ધરાવતી પેટાકંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ (RIIHL) એ બ્રુકફિલ્ડ એસેટ્સ મેનેજમેન્ટ ઇન્ક સાથે સંકળાયેલી કંપની BIF IV Jarvis Indiaની સાથે કરાર કર્યા છે.

આ કરાર હેઠળ બ્રુકફિલ્ડ અને તેની સહયોગી ઇન્વેસ્ટમેન્ટ કંપની ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની તરફથી પ્રસ્તાવિત યુનિટમાં રૂ. 25,215 કરોડનું રોકાણ કરશે. ડીલમાંથી મેળવેલી રકમ દ્વારા દેવું ચૂકવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ (RIIHL) આ ટ્રસ્ટની સ્પોન્સર છે.

5 lessons from mukesh

RIIHLની પાસે રિલાયન્સ જિયો ઇન્ફ્રાટેલ પ્રાઇવેટ લિમિટેડ (RJIPL)માં 51 ટકાની હિસ્સેદારી છે. બ્રુકફિલ્ડની તરફથી કરવામાં આવનાર આ રોકાણથી જે કમાણી થશે તેમાંથી RJIPLના કેટલાક દેવાની ચૂકવણી અને RJIPLમાં બાકીનો 49 ટકા હિસ્સો ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. હાલ આ હિસ્સેદારી RILની પાસે છે.

Read Also

Related posts

કોરોનાકાળમાં LICની પોલીસી બંધ કરાવી લઈ શકો છો રકમ, જાણો શું છે આખી પ્રોસેસ

Mansi Patel

માત્ર 4900 રૂપિયામાં ખરીદો એક ગ્રામ સોનુ, સરકાર આપી રહી છે તક, જાણો શું છે સ્કીમ અને તેના ફાયદા

Mansi Patel

કોરોના કાળમાં રેલવેમાં નોકરી ઈચ્છુકો માટે સોનેરી તક: ખુલી બમ્પર વેકેન્સી, માત્ર મેરિટના આધારે થશે સિલેક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!