GSTV

મુકેશ અંબાણીએ પોતાના કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત, આટલા મહિનાનો પગાર ઘરે બેઠા જ મળી જશે

કોરોના વાયરસના વધતા કેસોને લઈ દેશભરમાં લોકડાઉ કરી દેવામાં આવ્યું છે. 14મી એપ્રિલ સુધી ભારતના લોકો ઘરમાં જ રહેશે. જેને જોતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સૌથી મોટું એલાન કર્યું છે. જેમાં 30 હજારથી ઓછી સેલરી ધરાવતા કર્મચારીઓને મહિનામાં બે વખત પગાર આપવામાં આવશે. RIL દ્રારા કહેવામાં આવ્યું છે કે, 30 હજાર રૂપિયાથી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને મહિનામાં બે વખત પગાર આપવામાં આવશે.

કર્મચારીઓને નહીં પડે પરેશાની

કંપની દ્રારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, ઓછી સેલરી ધરાવતા ફેશક્લોને બચાવવા માટે અને ફાઈનાન્સિયલ બર્ડન ઓછું કરવા માટે કંપની દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કારણે જ મહિનામાં લોકડાઉનના કારણે આ કંપનીના કર્મચારીઓને પરેશાની ભોગવવાનો વારો નહીં આવે. જો કોઈ પ્રકારની ઈમરજન્સી આવે છે તો કર્મચારી પાસે પૈસા હશે. જેનો તે ઉપયોગ કરી શકશે.

હોસ્પિટલનું પણ કર્યું નિર્માણ

કંપની દ્રારા કહેવામાં આવ્યું કે રિલાયન્સ પરિવાર 600000 સભ્યો કોરોના વાયરસની લડાઈ સામે પૂરી રીતે તૈયાર છે. રિલાયન્સ ફાઉન્ડેશને બીએમસી સાથે એક 100 બેડની હોસ્પિટલ બનાવી છે. જે માત્ર કોવિડ-19ના દર્દીઓનો ઈલાજ કરશે. રિલાયન્સ દ્રારા હાલમાં જ કહેવામાં આવ્યું હતું કે, લોકડાઉન દ્રારા જે કર્મચારીઓ કામ પર નથી આવી શકતા તેવા કર્મચારીઓનો પગાર ચાલુ રહેશે. આ સિવાય કંપનીએ રોટેશન ડ્યૂટી અને વર્ક ફ્રોમ હોમની પણ સુવિધા આપી છે.

ભારતમાં કોરોના વાયરસની શું છે સ્થિતિ ?

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 15000થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ભારતમાં દર્દીઓની સંખ્યાનો આંકડો 500 સુધી પહોંચી ગયો છે. આ કારણે જ મોદી સરકાર દ્રારા તાત્કાલિક નિર્ણય લઈ સમગ્ર દેશને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરી દેવાનો નિર્ણય લીધો છે. હાલ તો કોરોના વાયરસ જેવી મહામારીને રોકવા માટે સોશિયલ ડિસ્ટસિંગ એક માત્ર ઉપાય નજર આવી રહ્યો છે. જેના કારણે જ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

દબંગખાન પણ કોરોનાથી ડરી ગયો: અહીં થયો છે કેદ, પિતાને જોવા જવાની પણ હિંમત નથી

Ankita Trada

સોશિયલ મીડિયા પર ભૂલથી પણ ના કરતા ટિકા-ટીપ્પણી, અમદાવાદનો યુવક જેલભેગો થયો

pratik shah

રાજસ્થાનમાં કોરોનાને પગલે લોકડાઉન વચ્ચે જામ્યા રામનવમીના મેળા, લોકોને અટકાવવામાં ગહેલાત સરકાર નિષ્ફળ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!