GSTV

રિલાયન્સની જોરદાર કમાણી : નફામાં નવો રેકોર્ડ બનાવ્યો, તો જાણો શું છે આ આંક

 ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઓક્ટોબરથી ડિસેમ્બર 2019ના ત્રિમાસિક ગાળાના દમદાર પરિણામ જાહેર કર્યા છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 13.5 ટકાની વૃદ્ધિમાં રૂ. 11640 કરોડનો ચોખ્ખો કોન્સોલિડેટેડ નફો કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી વિક્રમી નફો છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ગાળામા રૂ. 10251 કરોડ અને અગાઉના સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં 11262 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. જ્યારે માર્કેટ એનાલિસ્ટોએ રૂ. 1.45 લાખ કરોડની આવક ઉપર રૂ. 11435 કરોડના નફાની અપેક્ષા રાખી હતી.  

પરિણામ પૂર્વે RILનો શેર 2.8 ટકા વધ્યો

ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ દમદાર આવવાના આશાવાદમાં રિલાયન્સ ઇન્ડ.નો શેર આજે સુધારે બંધ રહ્યો હતો. કંપનીનો શેર ઇન્ટ્રા-ડે દરમિયાન ઉપરમાં રૂ. 1584.80ની ઊંચી સપાટી બનાવી અંતે 2.8 ટકાની મજબૂતીમાં રૂ. 1580.65ના ભાવે બંધ રહ્યો હતો. બંધ બજારે કંપનીની માર્કેટકેપ રૂ. 10,02,009 કરોડ રહી હતી.

આવકમાં 1.4 ટકાનો ઘટાડોઃ- 

RILએ ભલે તગડો નફો કર્યો પરંતુ આવક મોરચે કંપનીએ નિરાશ કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડે ઓપરેશન રેવન્યુ વાર્ષિક તુલનાએ 1.4 ટકા ઘટીને રૂ. 168,858 કરોડ નોંધાઇ છે જ્યારે વર્ષ પૂર્વે કંપનીએ રૂ. 1.71 લાખ કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં રૂ. 1.64 લાખ કરોડની આવક દર્શાવી હતી.

ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ઘટ્યુઃ-

કંપનીનું ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ડિસેમ્બર ક્વાર્ટર 2019માં ઘટીને 9.2 ડોલર પ્રતિ બેરલ રહ્યું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળામાં રિફાઇનિંગ માર્જિન 9.4 ડોલર અને સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં 9.5 ડોલર પ્રતિ બેરલ નોંધાયું હતું. 

શેર દીઠ કમાણીઃ-

ડિસેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી શેર દીઠી કમાણી રૂ.18.4 રહી છે જે વાર્ષિક તુલનાએ 6.1 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

મુખ્ય હાઇલાઇટ્સઃ-

  • PBDIT 9.6 ટકા ઘટીને રૂ. 26088 કરોડ
  • કેશ પ્રોફિટ 10.7 ટકાની વૃદ્ધિમાં રૂ. 18511 કરોડ
  • કંપનીનું દેવું ડિસેમ્બર ક્વાર્ટર 2019ના અંતે વધીને રૂ. 306851 કરોડ નોંધાયું છે જ્યારે માર્ચ 2019ના અંતે આ દેવું રૂ. 287505 કરોડ હતું.
  • રોકડ રકમ અને રોકડ સમકક્ષ મૂડી 153,719 કરોડ રૂપિયા રહી છે જે માર્ચ 2019ના અંતે 133,027 કરોડ રૂપિયા હતી
  • મૂડીખર્ચ રૂ. 14015 કરોડ નોંધાયું

રિલાયન્સ રિટેલઃ-  

રિલાયન્સ રિટેલનો બિઝનેસ 27.40ની વૃદ્ધિમાં રૂ. 45327 કરોડ નોંધાયો છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ અને ગ્રોસરી સેગમેન્ટમાં 35.7 ટકા જેટલા ઉંચા ગ્રોથથી આવક વૃદ્ધિદર ઉંચો રહ્યો છે. EBIT 58 ટકા વધીને રૂ. 2389 કરોડ અને માર્જિન પણ સુધર્યું છે.

રિફાઇનિંગ અને માર્કેટિંગઃ- 

રિફાઇનિંગ સેગમેન્ટમાંથી આવક 7.2 ટકા ઘટી છે અને તે રૂ. 1,03,718 કરોડ રહી છે. જો કે EBIT 11.90 ટકા વધીને રૂ. 5657 કરોડ રહ્યો છે.

પેટ્રોકેમિકલ્સઃ- 

પેટ્રોકેમિકલ્સ સેગમેન્ટની આવક 19.1 ટકા ઘટીને રૂ. 36909 કરોડ રહી છે જે પેટ્રોલિયમ સેગમેન્ટની તમામ કેટેગરીના નીચા રહેલા ભાવને આભારી છે. આ સેગમેન્ટનું EBIT પણ 28.5 ટકા ઘટીને 5880 કરોડ રૂપિયા રહ્યું છે અને માર્જિન વર્ષ પૂર્વેના 18 ટકાથી ઘટીને 15.9 ટકા રહ્યું છે.

એક્સપ્લોરેશન અને પ્રોડક્શનઃ- 

આ સેગમેન્ટમાંથી આવક 26.1 ટકા ઘટીને 873 કરોડ રહી છે.

મીડિયાઃ- 

રિલાયન્સ ગ્રૂપની મીડિયા બિઝનેસમાંથી આવક 3.30 ટકા ઘટીને રૂ. 1471 કરોડ નોંધાઇ છે. જો કે EBIT 308.60 ટકા ઉછળ્યો છે.

Read Also

Related posts

બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી જ શાળાઓ, સરકારે રજૂ કરી ગાઈડલાઈન

Dilip Patel

ભારત યાત્રા પહેલાં શું ટ્રંપનો થયો હતો કોરોના ટેસ્ટ? સંસદમાં વિદેશ મંત્રાલયે આપ્યો આ જવાબ

Dilip Patel

રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજની ભાજપના જ ધારાસભ્યો પોલ ખોલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!