GSTV
Home » News » JIOની સફળતા રિલાયન્સને ફળી ગઈ, આ કિર્તીમાન રચનારી દેશની પ્રથમ કંપની

JIOની સફળતા રિલાયન્સને ફળી ગઈ, આ કિર્તીમાન રચનારી દેશની પ્રથમ કંપની

ઓઈલ-ટેલીકોમ-રીટેલ જાયન્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતીય શેર બજારોમાં લિસ્ટેડ કંપનીઓમાં રૂ.9.57 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી  પ્રથમ કંપની બની છે. કંપનીનો શેર આજે રૂ.51ની છલાંગે રૂ.1510ની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી જવા સાથે માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.9.57 લાખ કરોડની સપાટી પાર કરી ગયું છે. આ સાથે વૈશ્વિક બ્રોકિંગ જાયન્ટ મોર્ગન સ્ટેનલી દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ લક્ષ્યાંક રૂ.2000 મૂકવામાં આવ્યો છે.

ટેલીકોમ  હરિફો વોડાફોન આઈડીયા અને ભારતી એરટેલને હરીફાઈમાં હંફાવી દીધા બાદ આ ટેલીકોમ કંપનીઓ દ્વારા તેમના ટેરિફમાં ડિસેમ્બરથી વધારો કરવાનું ગઈકાલે જાહેર કર્યા બાદ પોઝિટીવ અસરે આજે ટેલીકોમ શેરોમાં તેજી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ફંડોએ મોટાપાયે ખરીદી કરી હતી. હરીફોના ટેરિફમાં વધારા સામે રિલાયન્સ જીઓ દ્વારા હજુ સુધી કોઈ વધારો જાહેર કરાયો નહીં હોવાથી કંપનીને ફાયદો થવાની અપેક્ષાએ શેરનો ભાવ આજે ઈન્ટ્રા-ડે રૂ.1514.95ની નવી રેકોર્ડ ઊંચાઈ બનાવી અંતે રૂ.51.30 ઉછળીને રૂ.1509.80 નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહી માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.9,57,086.22 કરોડ પહોંચી ગયું હતું.

આ સાથે અમેરિકી ડોલરમાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 132.92 અબજ ડોલરને આંબી ગયું છે, જે વૈશ્વિક જાયન્ટ ટોટલ એસએના 130.66 અબજ ડોલર અને બીપી પ્લેક.ના 102.79 અબજ ડોલરથી ઘણું વધી ગયું છે. આમ રિલાયન્સે આ બન્ને વૈશ્વિક જાયન્ટોને પાછળ મૂકી દીધા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ છેલ્લા એક વર્ષમાં 31 ટકા વધ્યો છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિન્ચ દ્વારા પણ અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આગામી બે વર્ષમાં 200 અબજ ડોલરનું માર્કેટ કેપિટલાઈઝેશન હાંસલકરનાર પ્રથમ ભારતીય કંપની બનશે એવી આગાહી કરવામાં આવી હતી.

 આ માટે ત્રણ ચાલક બળો નવું કોમર્સ વેન્ચર, ફિક્સ્ડ બ્રોડબેન્ડ ઓપરેશન્સ અને ડિજિટલ ઈનિશિયેટીવ્ઝ થકી કંપનીના એન્ટરપ્રાઈઝ વેલ્યુમાં 55 અબજ ડોલરનો ઉમેરો થવાનો અંદાજ મૂકાયો છે. કંપનીના ટેલીકોમ અને રીટેલ બિઝનેસમાં અસાધારણ વૃદ્વિને પરિણામે ફંડોનું શેરમાં આકર્ષણ વધ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો રીટેલ બિઝનેસ છેલ્લા છ વર્ષમાં આવકમાં સાત ગણો અને નફામાં 14 ગણો વધ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં રૂ.1610 લક્ષ્યાંકે બાય-ખરીદીનો કોલ આપનાર બ્રોકિંગ હાઉસ આનંદ રાઠી સિક્યુરિટીઝે કંપની તેના વર્તમાન અને નવા બિઝનેસ એન્જિનોની મજબૂતી થકી આગામી પાંચ વર્ષમાં વાર્ષિક 15 ટકાની વૃદ્વિ હાંસલ કરી શકશે એવો વિશ્વાસ બતાવ્યો છે. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને તેના જીઓ અને રિલાયન્સ રીટેલ બિઝનેસોમાં વ્યુહાત્મક અને નાણાકીય રોકાણકારોએ મજબૂત રસ બતાવ્યો છે. આ દરમિયાન રિલાયન્સ જીઓ દ્વારા તેના અન્ય અવક એન્જિનો જેવા કે આઈઓટી, હોમ બ્રોડબેન્ડ સર્વિસિઝ, સ્મોલ અને મિડિયમ બિઝનેસો માટે  એન્ટરપ્રાઈસ બ્રોડબેન્ડ સર્વિસ અને બ્રોડબેન્ડ શરૂ કરવાની તૈયારીમાં છે.

market cap india

કંપની આ બિઝનેસોમાંથી નાણાકીય વર્ષ 2020થી આવક મેળવવાની શરૂઆત કરશે. ઓકટોબરમાં કંપનીએ તેની ડિજિટલ પ્લેટફોર્મ પહેલો માટે સંપૂર્ણ માલિકીની સબસીડિયરીની સ્થાપનાને મંજૂરી આપી હતી. રિલાયન્સ ઓપ્શનલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેરો(ઓસીપીએસ) થકી સબસીડિયરીમાં રૂ.1,08,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે, જ્યારે સબસીડિયરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ(આરજીઆઈએલ)માં રૂ.65,000 કરોડના ઈક્વિટી રોકાણને હસ્તગત કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ દ્વારા આરજીઆઈએલ અને ડિબેન્ચર હોલ્ડરો સહિત કેટલાક વર્ગના તેના ધિરાણદારો  વચ્ચે સ્કિમ ઓફ અરેન્જમેન્ટને મંજૂરી આપી છે. જે ઓળખાયેલી જવાબદારીઓ રૂ.1,08,000 કરોડ સુધી અને રૂ.1,08,000 કરોડ સુધીના ઓસીપીએસ રાઈટ ઈસ્યુ  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ટ્રાન્સફર કરશે. સ્પેક્ટ્રમ સંબંધિત જવાબદારીઓ સિવાય આરજીઆઈએલ 31,માર્ચ 2020 સુધીમાં  ચોખ્ખી દેવા મુક્ત બનશે.

એરટેલ અને વોડાફોન-આઇડિયા  પછી જીઓ પણ કોલ અને ડેટાના ભાવ વધારશે 

અબજોપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેે આગામી કેટલાક સપ્તાહમાં મોબાઇલ ફોન કોલ અને ડેટા ચાર્જિસમાં વધારો કરશે.  ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ કોલ અને ડેટા ચાર્જિસમાં આગામી મહિનાથી વધારો કરવાની જાહેરાત કરી હતી. જીઓએ વધુમાં જણાવ્યું છે કે અન્ય ઓપરેટરોની જેમ અમે પણ સરકાર સાથે કાર્ય કરી રહ્યાં છે અને રેગ્યુલેટરીના નિયમોનું પાલન કરી રહ્યાં છે.  જેથી ભારતીય ગ્રાહકોને ફાયદો થાય. અમે આગામી કેટલાક સપ્તાહમાં અમે ટેરિફ વધારવા સહિતના કેટલાક પગલાઓ એવી રીતે લઇશું કે જેની અસર ડેટાના વપરાશ કે વૃદ્ધિ પર ન થાય. ઉલ્લેખનીય છે કે 30, સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતા કવાર્ટરમાં વોડાફોન-આઇડિયાએ 50,921 કરોડ રૂપિયા જ્યારે એરટેલે 23,045 કરોડ રૂપિયાની ખોટ નોંધાવી હતી.  બીજી તરફ રિલાયન્સ જીઓના ચોખ્ખો નફો 45.4 ટકા વધીને 990 કરોડ રૂપિયા રહ્યો હતો.

READ ALSO


Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!