GSTV

નિર્ણય / જામનગર ગેસીફિકેશન બિઝનેસને અલગ કરશે રિલાયન્સ, શેરોમાં 6 ટકાની તેજી

Last Updated on November 25, 2021 by Zainul Ansari

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની ગેસીફિકેશન અંડરટેકિંગને એક પેટાકંપનીમાં ટ્રાન્ફર કરશે. મુકેશ અંબાણીની આગેવાનીવાળી આ કંપનીના બોર્ડે આ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર સામે આવ્યા પછી આજે કંપનીના શેરોમાં અંદાજે 6 ટકા ઉછાળો જોવા મળ્યો.

બપોરે 1.40 કલાકે રિલાયન્સનો શેર BSE પર 5.80 ટકા તેજી સાથે 2487.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે તે સાઉદી અરામકો સાથે 15 અબજ ડોલરની પ્રસ્તાવિત ડીલની સમીક્ષા કરી રહી છે. તેના પછી સોમવાર અને બુધવારે કંપનીના શેરમાં ઘટાડો થયો હતો. પરંતુ આજની તેજીએ આ નુકસાનની મોટાભાગે ભરપાઈ કરી છે. ટ્રેડિંગ દરમિયાન કંપનીનો શેર 2495.95 રૂપિયા સુધી ગયો હતો.

શું છે કંપનીની યોજના

રિલાયન્સ બોર્ડે 24 નવેમ્બરના રોજ કંપનીની ગેસીફિકેશન અન્ડરટેકિંગને સંપૂર્ણ સ્વામિત્વાળી પેટાકંપનીને ટ્રાન્સફર કરવાની યોજનાને મંજૂરી આપી છે. બોર્ડે રિલાન્સ ઇન્ડસ્ટ્રીઝ, તેના શેરધારકો અને ક્રેડિટર્સ તથા રિલાયન્સ સિનગેસ (RSL) અને તેના શેરધારકો અને ક્રેડિટર્સ વચ્ચે એક યોજનાને લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. RSL રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ સ્વામિત્વવાળી પેટાકંપની છે. RILએ RSLના 10 રૂપિયાના 100,000 ઇક્વિટી શેરોમાં 10,00,000 રૂપિયા કેશ રોકાણ કર્યું છે.

જામનગરમાં ગેસીફિકેશન પ્રોજેક્ટને એનર્જી જરૂરિયાતને પહોંચી વળવા માટે સિનગેસ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ ઓછી મૂડી અને ઓપરેટિંગ ખર્ચે ઓલેફિન્સનું ઉત્પાદન કરે છે. જ્યારે ઈંધણ તરીકે સિનગેસનો ઉપયોગથી પુરવઠો સુનિશ્ચિત રહે છે અને ઊર્જા ખર્ચમાં વધઘટ ઘટાડે છે. બોર્ડે ગેસિફિકેશન અંડરટેકિંગને નિર્ધારિત તારીખે કિંમતની સમાન રકમ તરીકે ઘટેલા ભાવે વેચીને ટ્રાન્સફર કરવાની યોજનાને મંજૂરી આપી છે.

Read Also

Related posts

Vastu Tips/ જોબ-બિઝનેસમાં આવક થશે ડબલ, બસ કરવાના રહેશે વાસ્તુના આ સરળ ઉપાય

Damini Patel

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!