GSTV

RIL-ફ્યુચર ડીલ પર ઘેરાતા સંકટના વાદળો, Amazonએ ખખડાવ્યો સેબીનો દરવાજો

ફ્યુચર ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચેની ડીલ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યાં છે. અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોને આ સોદા સામે વાંધો ઉપાડ્યો છે. તેની સાથે જ બજાર નિયામક સેબી અને શેરબજારને પત્ર લખીને સોદામાં સિંગાપુર મધ્યસ્થતા અદાલતના વચ્ચગાળાને નિર્ણયને ધ્યાને રાખવાનો આગ્રહ કર્યો છે. વચગાળાના હુકમમાં આર્બિટ્રેશન કોર્ટે ફ્યુચર ગ્રુપ અને મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે 24,713 કરોડ રૂપિયાના સોદાની સમીક્ષા પર બ્રેક લગાવી છે.

એમેઝોને આદેશની કોપી મોકલી

પીટીઆઈના જણાવ્યા પ્રમાણે એમેઝોનને વચ્ચગાળાના આદેશની સેબી, બીએસઈ અને નેશનલ સ્ટોક એક્સચેન્જને મોકલી આપી છે. ફ્યુચર ગ્રુપ-આરઆઈએલ સોદો વિવિધ નિયમનકારી અધિકારીઓની મંજૂરીને આધિન છે. તેમાં સેબી અને ભારતીય કોમ્પિટિશન કમિશન (સીસીઆઈ)નો સમાવેશ થાય છે. જો કે એમેઝોનની આ અપીલ પર બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેબી સાથે પરામર્શ કરવાની સાથે જ ફ્યુચર ગ્રુપ અને રિલાન્યન્સ બંને પાસે સ્પષ્ટિકરણ લેવાની યોજના બનાવી રહી છે.

શું છે એમેઝોન-ફયુચરનો કેસ

ગત વર્ષે એમેઝોને ફ્યુચર કુપોન્સ લિમિટેડ નામની કંપનીમાં 49 ટકાની ભાગીદારી ખરીદી હતી. ફ્યુચર કુપોન્સની ફ્યુચર રિટેલમાં 7.3 ટકા ભાગીદારી છે. એમેઝોનનું કહેવું છે કે આ રોકાણ આ કોન્ટ્રાક્ટની શરતોની સાથે થયું હતું કે, ફ્યુચર ગ્રુપ કોઈ વેચાણ પહેલા તેની સાથે વાત કરશે અને તે ના પાડે તો જ કોઈની સાથે સોદો કરશે. આ પ્રકારે બંને પ્રતિસ્પર્ધી ન કરવા ઉપર કરાર થયો હતો.

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!