GSTV
Home » News » શું છે JIO ગીગાફાઈબર ? યુઝર્સને થવાનો છે આ મોટો ફાયદો

શું છે JIO ગીગાફાઈબર ? યુઝર્સને થવાનો છે આ મોટો ફાયદો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના ગ્રાહકોને સૌથી મોટી ભેટ આપી છે. ડિજીટલ યુગમાં અલગ પ્રકારની ક્રાંતિ કરતા જિયોએ આગામી 5 સપ્ટેમ્બરથી જિયો ગીગાફાઇબર સેવાના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે.આ સેવા દેશના 1100 શહેરમાં શરૂ કરવામાં આવશે. જિયો ફાઇબરનો પ્લાન 100 એમબીપીએસથી શરૂ થશે જેની મહત્તમ ઝડપ એક જીબીપીએસ હશે. જિયો ગીગાફાઇબરના તમામ પ્લાનમાં વોઇસ કોલ હંમેશા મફત રહેશે.

જિયો ફાઇબરનો પ્લાન મહિને 700 થી લઇને 10 હજાર સુધીનો રહેશે. ચેરમેન મુકેશ અંબાણીએ આ પ્લાનમાં પણ વધારાની જાહેરાત કરતા કહ્યું કે જિયો ફાઇબર વેલકમ ઓફર અંતર્ગત જો વાર્ષિક પ્લાન લેવામાં આવશે તો ગ્રાહકોને એચડી-ફોરકે ટીવી સેટ અને ફોરકે સેટ ટોપ બોક્સ મફતમાં આપવામાં આવશે… ગીગા ફાઇબરની મદદથી હવે તમે ઘર બેઠા સેટ ટોપ બોક્સની મદદથી વીડિયો કોલ કરી શકશો. આ માટે સેટ ટોપ બોક્સને ગીગા ફાઇબર નેટવર્ક સાથે જોડવામાં આવશે. માઈક્રોસોફ્ટ સાથે RILની ભાગીદારી
ક્લાઉડ કારોબારમાં પદાર્પણ કરવા અને જવા કારોબારમાં ઉતરવા માટે રિલાયન્સ જિયો હવે વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટ સાથે કરાર કરશે. જિયો અને માઈક્રોસોફ્ટ સાથે મળીને ભારતમાં જ ક્લાઉડ ડેટા સેન્ટર સ્થાપશે. જિયો દેશમાં બ્લોકચેઈન ટેક્નોલોજી સ્થાપશે

જિયો પ્રીમિયમ ગ્રાહકોને મળશે અનોખી સુવિધા
ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા મળૅશે જિયો પર જિયોના પ્રીમિયમ ગ્રાહકોને મૂવી રીલિઝ થયાના પ્રથમ દિવસે જ જોવા મળશે ફિલ્મ જીઓ ફાઈબરના વાર્ષિક પ્લાન સાથે જીઓ ટીવી અને જીઓ સેટટોપ બોક્સ ફ્રી મળશે

જિયો ફાઈબરના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત
5મી સપ્ટેમ્બરે શરૂ થશે ગીગાફાઈબર જિયોની શરૂઆતના 3 વર્ષ પૂર્ણ થવા પર લોન્ચ થશે. ગીગાફાઈબર જિયો ફાઈબર માટે 5 કરોડ રજિસ્ટ્રેશન મળ્યાં ભારતના 50 લાખ ઘરોમાં Jio ગીગાફાઈબર પહોંચી ચૂક્યું છે. 2.5 કરોડ કારોબારીઓને આવરી લેવાનું લક્ષ્ય 1 જ વર્ષમાં જિયો ગીગાફાઈબર સમગ્ર ભારતમાં પથરાઈ જશે ગીગાફાઈબરનું પ્રભુત્વ વધારવા માટે જ હેથવે, ડેન અને GTPLનું હસ્તાંતરણ કરાયું હતુ.

જિયો ગીગાફાઈબરના પ્લાન
રૂ. 700થી લઈને 10,000 સુધીના પ્લાન હશે ગીગાફાઈબરમાં 1 જીબી પ્રતિ સેકન્ડ(1 GBPS)ની સ્પીડ હશે ગીગાફાઈબરમાં ભારતભરમાં અનલિમિટેડ કોલિંગની સેવા મળશે ફાઈબરમાં US અથવા કેનેડામાં રૂ. 500 રૂપિયા પ્રતિ મહિનામાં અનલિમિટેડ કોલિંગની સેવા આપશે.

જિયો સાઉદી અરમાકો-RIL વચ્ચે ડીલને મંજૂરી
સાઉદી અરમાકો રિલાયન્સના ઓઈલ-પેટ્રોકેમ કારોબારમાં ખરીદશે 20% 75 બિલિયન ડોલરના કુલ વેલ્યુએશનની સાથે 20% માટે સાઉદી અરમાકો રિલાયન્સને ચૂકવશે 15 અબજ ડોલર સાઉદી લાંબાગાળા માટે રિલાયન્સને ક્રૂડ સપ્લાય કરશે RILની જામનગર રિફાઈનરીને પ્રતિ દિવસ 5000 બેરલ ક્રૂડ સપ્લાય કરવા થયો કરાર

જિયો અંગેની જાહેરાત
દર મહિને રિલાયન્સ જિયોમાં 1 કરોડ ગ્રાહક જોડાઈ રહ્યાં છે જિયો ભારતની પ્રથમ નંબરની ટેલિકોમ કંપની જ્યારે વિશ્વની દ્વિતીય નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની બની : મુકેશ અંબાણી જિયોને પૂર્ણ થશે 3 વર્ષ, મહત્તમ રોકાણ સમાપ્ત થયું જિયોનું વાયરલેસ નેટવર્ક 4Gથી પણ હાઈસ્પીડે આગળ વધી રહ્યું છે ખૂબ જ ઓછા ખર્ચે આપણે 5Gમાં અપગ્રેડ કરી શકીશું

MSME – સ્ટાર્ટઅપ માટે કરી મહત્વની જાહેરાત
MSME સેક્ટર જીયો કનેક્ટિવિટી અને એપ્લિકેશનનો રૂ.1500 પ્રતિમાસના દરે ઉપયોગ કરી શકશે સ્ટાર્ટઅપ માટે 1 જાન્યુઆરી, 2021થી સ્પેશ્યલ કનેક્ટિવિટી સર્વિસ શરૂ કરાશે.

જિયો IOT શરૂ કરશે
1લી જાન્યુઆરી, 2020થી જિયો આપશે IOT સર્વિસ 1 અરબ ઘરમાં IOT પહોંચાડવાનું લક્ષ્ય આ સેવા પણ ટૂંક સમયમાં જ સર કરશે નવા આયામ

Read Also

Related posts

ઘરે બેઠા કરો ચાર ધામ મંદિરની આરતી, ટૂંક સમયમાં મોબાઈલમાં આવશે લાઈવ પ્રસારણ

Pravin Makwana

Hyundaiની કાર પર 2.5 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ, આ ધાંસૂ મોડલ પર સૌથી વધુ ફાયદો

Bansari

સામે આવી Oppoની પહેલી સ્માર્ટવોચની તસ્વીર, આવો છે લુક અને આ છે ફિચર્સ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!