ખેડૂત આંદોલનને લઇને ટ્વીટ કર્યા બાદ હવે પૉપ સિંગર રિહાના પોતાના અન્ય એક ટ્વીટને લઇને વિવાદમાં ઘેરાઇ છે. રિહાનાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ટૉપલેસ ફોટો શેર કર્યો છે અને આ ફોટોમાં તેણે પોતાના ગળામાં ભગવાન ગણેશનું પેંડેંટ પહેર્યુ છે.

ફોટોશૂટ બાદ ટ્રોલર્સના નિશાને રિહાના
આ ફોટોશૂટ રિહાનાએ એક લૉન્જરી બ્રાન્ડ માટે કરાવ્યું છે. ફોટોશૂટ બાદ રિહાના ટ્રોલર્સના નિશાને આવી ગઇ છે.ટૉપલેસ ફોટોશૂટમાં રિહાનાએ ભગવાન ગણેશનું પેંડેંટ પહેર્યુ છે. જેના પગલે તેની ઘણી આલોચના થઇ રહી છે. લોકો તેની ફેશન સેન્સ માટે તેને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે આ ઑફેંસિવ છે.

ટૉપલેસ ફોટોશૂટમાં રિહાનાએ ભગવાન ગણેશનું પેંડેંટ પહેર્યુ છે. જેના પગલે તેની ખૂબ જ આલોચના થઇ રહી છે. લોકો તેની ફેશન સેન્સ માટે તેને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે આ ઑફેંસિવ છે. તેનાથી કરોડો લોકોની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે. લોકો દર વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવે છે. સૉરી RiRi, તે અમને નિરાશ કર્યા છે.

જણાવી દઇએ કે તેની પહેલા રિહાનાએ 2 ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતું. તેણે ખેડૂત આંદોલનને લઇને લખ્યું હતું કે અમે આ વિશે વાત કેમ નથી કરી રહ્યાં. આ ટ્વીટ બાદ પણ તે ટ્રોલર્સના નિશાને આવી હતી અને એક્ટ્રેસ કંગના રનૌતે પણ એક જવાબી ટ્વીટ કરી તેના પર નિશાન સાધ્યું હતું.

ધર્મ વિશેષના અપમાનને લઇને પહેલા પણ વિવાદમાં રહી છે રિહાના
જો કે આવું પહેલીવાર નથી બન્યું જ્યારે કોઇ ધર્મ વિશેષનું અપમાન કરવાને લઇને રિહાના વિવાદોમાં રહી છે. અગાઉ વર્ષ 2013માં રિહાનાએ અબૂ ધાબીના શેખ ઝાયદ ગ્રેંડ મોસ્ક સેંટરમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું. તે સમયે પણ વાંધાજનક તસવીરો ક્લિક કરાવવાના કારણે તેને ત્યાંથી બહાર જવાનું કહેવામાં આવ્યું હતું.

ગ્રેંડ મૉસ્ક સેંટર તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે રિહાનાના મસ્જિદના અધિકારીઓ સાથે આમનો-સામનો થયો હતો અને તેને નિર્દેશ આપવામાં આવ્યાં હતં કે તે નોર્મલ કંડીશંસમાં યોગ્ય એન્ટ્રેંસથી મસ્જિદમાં વિઝિટ માટે આવી શકે છે.
આ ઉપરાંત રિહાના પોતાની બ્રાન્ડ Savage X Fenty lingerie show દરમિયાન પણ પોતાના એક ગીતને લઇને વિવાદોમાં આવી હતી. અહીં પણ રિહાના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો.
Read Also
- કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો
- જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન
- મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું