GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પર પૈસાનો વરસાદ, કરોડો રૂપિયામાં વેંચાયા રાઈટ્સ

લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. આ કોરોનાથી બોલિવૂડ (Bollywood) જગતને પણ ઘણું નુકસાન થયું છે. લોકડાઉનને કારણે ન તો નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને ન તો ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે. જ્યારે કેટલાક ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મ્સની રિલીઝની તારીખ વધારી છે, તો કેટલાકે હવે ફિલ્મોને થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ગુલાબો-સીતાબો અને શકુંતલ દેવી પછી બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર અને અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

લક્ષ્મી બોમ્બ’ ઈદ-2020 વખતે રજુ થવાની હતી

  • ફિલ્મ લક્ષ્મી બોમ્બ 2020ની ઇદ વખતે થિયેટરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તેની રિલીઝ અટકી ગઈ હતી હવે આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે.
  • ફિલ્મ નિર્માતાઓએ તેને ડિજિટલ રિલીઝ કરવાનું નિર્ણય લીધો છે. તદ્ઉપરાંત અમિતાભ બચ્ચન અને આયુષમાન ખુરાનાની ગુલાબો સિતાબો પણ ડિજિટલ પર જ રિલીઝ થવાની છે.
  • આ ફિલ્મનો પ્રીમિયર ટૂંક સમયમાં યોજાશે. અક્ષય કુમાર અને કિયારા અડવાણીની લક્ષ્મી બોંબ હોટસ્ટાર પર ડિજીટલી રિલીઝ કરાશે.

ફિલ્મના રાઈટ્સ કોરોડોમાં વેંચાયા હોવાના અહેવાલ

ફિલ્મ લક્ષ્મી બોમ્બના રાઈડ કરોડો રૂપિયામાં વેંચાયા હોવાના અહેવાલ પણ છે. એક ટ્રેન્ડ એનાલિસ્ટે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે હોટસ્ટાર પર ફિલ્મનો પ્રીમિયર યોજાશે અને પ્રારંભમાં આ અંગે નિર્માતાઓ સહમત ન હતા પરંતુ હવે તેઓ તૈયાર છે અને તે ઓનલાઇન રિલીઝ થશે.

ફિલ્મ 125 કરોડમાં વેચવામાં આવી

  • નિષ્ણાતોના મતે પ્રોડક્શનનું થોડું કામ વિલંબમાં પડ્યું છે તેથી તે આવતા મહિને રિલીઝ તો નહીં થાય.
  • સામાન્ય રીતે કોઈ મોટી ફિલ્મ હોય તો તે 60-70 કરોડમાં ડિજિટલ પર વેચાતી હોય છે.
  • જોકે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવવાની નથી એટલે ડિજિટલ પ્લેટફોર્મ પર લગભગ 125 કરોડમાં વેંચાઈ છે. લક્ષ્મી બોંબ સલમાન ખાનની રાધે ફિલ્મને ટક્કર આપે તેવી અટકળો થતી હતી.
  • ડિજિટલને રેટ જોતાં 125 કરોડ ઘણી મોટી રકમ છે.
  • જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો વકરો કરે તેવી ક્ષમતા ધરાવતી હતી.

READ ALSO

Related posts

કોરોના દર્દીઓ માટે કેન્દ્રની ગાઇડલાઇન જાહેર, આવા દર્દીઓને નહીં મળે હોમ આઇસોલેશનની મંજૂરી

Bansari

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

ગુજરાતમાં એકસાથે 34 PI અને 50થી વધુ PSIની બદલીના આદેશ, પોલીસ વડા શિવાનંદ ઝાના મોટા નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!