GSTV

તમારા કામનું/પાણી પીવાનો પણ છે સાચો સમય અને રીત, ફિટ રહેવા માગતા હોવ તો આજથી કરી દો આ બદલાવ

પાણી

તમે જાણતા જ હશો કે પાણી આપણા શરીર માટે કેટલુ ઉપયોગી છે. શરીરના સારી રીતે હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવુ સૌથી મહત્વપૂર્ણ છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી મેદસ્વીતાની સમસ્યા નથી થતી અને પેટ સાથે સંબંધિત અનેક રોગ થાય છે. લોકો પાણી પણ ગમે તે રીતે પી લે છે. જેનાથી ઘણી મુશ્કેલી થાય છે. પરંતુ તે જાણીને તમને નવાઇ લાગશે કે પાણી પીવાની પણ સાચી રીત અને સમય હોય છે. પાણી કેવી રીતે પીવુ જોઇએ જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને જરૂરી ફાયદા મળે..ચાલો તમને જણાવીએ…

કેવી રીતે પીવુ જોઇએ પાણી?

આયુર્વેદ અનુસાર, પાણી ગમે ત્યારે ગટગટાવીને અથવા એક જ શ્વાસમાં ન પીવુ જોઇએ કારણ કે પાણી પીવા દરમિયાન આપણી લાળ પાણી સાથે ભળીને આપણા શરીરની અંદર જાય છે. લાળ જ આપણા પાચન તંત્રને મજબૂત બનાવાનું કામ કરે છે. લાળમાં તેવા અનેક હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે લાભકારક હોય છે. તેથી પાણી હંમેશા ધીમે ધીમે અથવા એક એક ઘૂંટડે પીવુ જોઇએ.

ઉભા થઇને પાણી પીવુ નુકસાનકારક

આયુર્વેદ તથા સંશોધકો અનુસાર પાણી ક્યારેય ઉભા રહીને ન પીવુ જોઇએ. જો તમે પાણી ઉભા રહીને પીતા હોવ તો પાણી સીધુ અને ઝડપથી પેટના નીચલા હિસ્સામાં ચાલ્યુ જાય છે. તેથી શરીરને પાણીના પૂરતી માત્રામાં પોષક તત્વ નથી મળી શકતા. આ રીતે પાણી પીવાથી ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. હાઇડ્રેટેડ રહેવામાં અડચણો ઉભી થઇ શકે છે.

પાણી પીવાની સાચી રીત

બને તો સીધુ બોટલથી પાણી પીવાનું ટાળવુ જોઇએ અને ગ્લાસમાં જ પાણી પીવુ જોઇએ.

જ્યારે બિમાર પડો તો વધુ માત્રામાં પાણી પીવો.

પાણી

પાણી પીવાનો સાચો સમય

સવારે ઉઠ્યા બાદ બે ગ્લાસ પાણી પીવુ જોઇએ.

ભોજન કર્યાના આશરે અડધા કલાક પહેલા પાણી પીવુ જોઇએ, તેનાથી ભોજન સરળતાથી પચે છે. ભોજન કર્યાના અડધા કલાક સુધી પાણી પીવાનું ટાળવુ જોઇએ.

સુતા પહેલા પાણી પીવો. આમ કરવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછુ રહે છે.

કસરત કરતા પહેલા અને પછી એક ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા નથી થતી. સાથે જ કસરત બાદ જે પરસેવો થાય છે પાણી તેની કમી પૂરી કરે છે.

Read Also

Related posts

અમદાવાદને હવે મળશે 400 નવા કોવિડ બેડ, કોરોના દર્દીઓને શહેરમાં જ મળશે સારવાર

Nilesh Jethva

સારા અલી ખાને લંડનના ફેશન ડિઝાઇનર ડ્રેસ પહેર્યો, લોકોને લાગી લાલ છડી મેદાન ખડી

pratik shah

અમદાવાદમાં આજે નવા 8 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેરમાં કરવામાં કુલ આંક 303 પર પહોંચ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!