GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

કરારમાં લખેલું હોય તો જ મકાન કે દુકાનનું ભાડું માફ, દિલ્હી હાઈકોર્ટનો ભાડામાફ મામલે મોટો ચૂકાદો

ભાડા મામલે હાલમાં સૌથી મોટી સમસ્યાઓ ચાલી રહી છે. ઘણા ફ્લેટો અને દુકાનો ભાડા પર ચલાતા હોય છે. એમાંયે ફ્લેટ અને દુકાનની બેન્ક લોન હોવાથી હપતા ચાલુ હોય પણ ભાડુઆત સરકારી નિયમોને આધિન ભાડા મોકૂફી કાયદો હોવાનું જણાવી ભાડા આપવાનું ટાળી રહ્યાં છે. એ પણ હકીકત છે કે લોકડાઉનમાં દુકાન બંધ હોવાથી કમાણી ન કરી શકનાર ભાડુઆત ભાડુ આપવા માટે પણ અમસર્થ હોય છે. આ બાબતે દિલ્હી હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, કરારની મુક્તિ, મુક્તિ અથવા ભાડાનું મોકૂફ કરારની શરતો અનુસાર જ મેળવી શકાય છે. જો તેમ ન થાય તો, ત્યાં ફક્ત લાગુ કાયદાના આધારે જ વિવાદનું સમાધાન કરવામાં આવશે. લોકડાઉનમાં ઘણા વિવાદો બની રહ્યા છે. આ વિવાદોમાંનો એક મકાનમાલિકો અને ભાડુઆતને લગતો છે. જેના પર દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે કોવિડ -19 રોગચાળામાં ભાડા અને માફીમાંથી મુક્તિ માટેની માંગણીઓના સમાધાન માટે પણ કેટલીક બાબતો નક્કી કર્યા છે. હાલમાં ધંધાઓ બંધ છે ત્યારે દુકાન માલિકો પણ ભાડામાફની માગણી કરી રહ્યાં છે. આ સમયે દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો એક નવી દીશા બતાવશે.

કોરોના

જસ્ટિસ પ્રતિભા એમ સિંહે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મકાનમાલિક અને ભાડૂત વચ્ચેનો સંબંધ ઘણી રીતે હોઈ શકે છે. આ સંબંધો કાં તો કરાર દ્વારા બંધાયેલા છે અથવા કાયદા દ્વારા બંધાયેલા છે. કરારની બાબતોના પક્ષકારોના હકનો નિર્ણય તે જ કરારની શરતો અને શરતોના આધારે લેવામાં આવે છે. માફી, છૂટ અથવા ભાડું મોકૂફ રાખવા સંબંધિત બાબાતો કરારની શરતો અનુસાર જ મેળવી શકાય છે.

કરારમાં ઉલ્લેખ ન હોય તો કાયદાના આધારે જ વિવાદનું સમાધાન કરવામાં આવશે

ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ કરારમાં કોઈ કલમ હોય તો ભાડામાંથી મુક્તિ માંગવા માટે, તો જ ભાડૂઆત તેને દાવો કરવાનો હકદાર છે. પણ જો આ બાબત કરારમાં ઉલ્લેખ કરાયો ન હોય તો કરાર આધારિત મકાન માલિકને ભાડુ આપવા માટે બંધાયેલો છે.

કેટલાક ભાડુઆતની અરજીને નકારી કાઢતાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ભાડા માફી અથવા તે મુલતવી રાખવાની માંગ કરી હતી. દુકાનમાં લોકડાઉન થવાને કારણે ધંધો સંપૂર્ણ રીતે બંધ છે. તેથી ભાડું માફ કરવાની માંગણી કરી હતી. તેમ ન થતાં તેમને મકાન ખાલી કરવા માટે માલિકે કહ્યું હતું. આ મામલે દિલ્હી હાઈકોર્ટનો ચૂકાદો ભાડુઆત અને માલિક વચ્ચેની શંકાઓને દૂર કરી દેશે.

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!