GSTV

ભારતથી સિંગાપુર સુધી બાઈકર્સ માટે થનારી છે રાઈડ ફોર યુનિટી, આટલા દિવસોમાં પૂર્ણ કરશે પ્રવાસ

અંગ્રેજોના અત્યાચારી શાસનથી ભારતને મુક્ત કરાવવા માટે અનેક ક્રાંતિકારી, સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણોની આહૂતિ આપી છે. દેશની આઝાદી માટે કરવામાં આવેલા આંદોલનની યાદ આજે પણ કેટલાક રાજ્યોમાં ઈતિહાસના પાનાઓમાં નોંધાઈ છે. આ ઈતિહાસને જાણવા અને સાંસ્કૃતિક, ભૌગોલીક સદ્ભાવને પ્રોત્સાહન દેવાના ઉદેશ્યથી આઝાદ હિંદ સેનાના સંકલ્પના પથને રોશન કરતી એક અદભૂત આંતરરાષ્ટ્રીય રાઈડ ફોર યૂનિટીનું આયોજન થનારૂ છે.

ઐતિહાસિક ઘટનાને મહેસૂસ કરવા માટે અવસર મળશે

આયોજકોના જણાવ્યા પ્રમાણે આ યાત્રા 25 જાન્યુઆરી 2021થી શરૂ થશે. બાઈકર્સ અને કારચાલકોને પૂર્વોત્તર ભારતના સાંસ્કૃતિક વૈભાવનો અનુભવ કરવાની તક આ માધ્યમથી મળશે. 75 વર્ષ પહેલા દ્વિતિય વિશ્વયુદ્ધ દરમયાન સિંગાપુર, મલેશિયા, થાઈલેંડ અને મ્યાંમારની યાત્રા કરીને આઝાદ હિંદ સેનાના પૂર્વોત્તર ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ ઐતિહાસિક ઘટનાને મહેસૂસ કરવા માટે તે રસ્તા ઉપર બાઈકીંગનો અવસર પ્રદાન કરવામાં આવી રહ્યો છે.

9000 કિલોમીટરની છે આ યાત્રા

પૂર્વોત્તર ભારતની સાથે થાઈલેંડ, મ્યાંમાર, સિંગાપુરની સંસ્કૃતિથી પરિચીત કરાવવા માટે અને દેશની સાંસ્કૃતિક સુંદરતાનો અનુભવ કરવાના ઉદેશથી આ યાત્રઆ આયોજીત થનારી છે. ત્રણ ભાગોમાં બંટી 9000 કિલોમીટરની આ યાત્રા 26 દિવસોની રહેશે. બે ભાગોમાં વિભાજીત, યાત્રા એક જ સમયથી દિલ્હીથી ઉત્તર ભારત અને મુંબઈથી પશ્ચિમ ભાગથી શરૂ થશે. રાઈડર્સ મુંબઈ, દિલ્હીથઈ આ યાત્રામાં ભાગ લઈ શકશે.

આયોજકોએ કર્યો આ દાવો

આયોજકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બાઈકર્સને ભારતીય સીમા ઉપર એક અનોખી સંસ્કૃતિનો અનુભવ પ્રાપ્ત થશે. સાથે જ સમાન વિચાર વાળા લોકોની સાથે ભૌગોલિક સદ્ભાવ સ્થાપિત કરવાની તક મળશે. બાઈકર્સ યાત્રા માટે જેનિથલાઈવની વેબસાઈટ જેનિથહોસ્પેલિટી ડોટ નેટ ઉપર સંપર્ક કરી શકો છો. છેલ્લા સાત મહિનામાં કોરોના મહામારીના કારણે લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર છે. સામાન્ય માણસે અનલોક બાદ પર્યટન તરફ ધ્યાન કર્યું છે. કેટલાક બાઈકર્સ આ સાહસિક યાત્રા માટે ઉત્સુક છે. કોરોના કાળમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર દિશા નિર્દેશોના યાત્રા દરમયાન કડકાઈનું પાલન કરવામાં આવશે.

Related posts

ક્રિકેટ જગતનો એક ખેલાડી જે મેદાન પર આવે એટલે મનોરંજનની 100 ટકા ગેરન્ટી!

Ankita Trada

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

Bansari

લગ્નના 4 વર્ષ બાદ આ અભિનેત્રીએ આપ્યા ગુડ ન્યુઝ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી આવી નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!