GSTV

નીતૂ કપૂર અને રણબીર કપૂર પણ Corona પોઝિટિવ? રિદ્ધિમા એ Tweet દ્વારા કરી સ્પષ્ટા

Corona

મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના (Corona) પોઝિટિવ આવ્યા બાદ બોલિવુડમાં હડકંપ મચી ગયો છે. બન્ને એક્ટર્સ નાનાવટી હોસ્પિટલમાં એડમિટ છે. આ વચ્ચે કોઈ ટ્વિટર યુઝરે રણવીર કપૂર, નીતૂ કપૂર, કરણ જોહર, રિદ્ધિમા કપૂર સહિત અમિતાભ બચ્ચનના પૈત્રોના કોરોના પોઝિટિવ હોવાની ખબર શેર કરી હતી. આ ખબરને ફેક જણાવતા રિદ્ધિમાએ તેનો સ્કિનશોટ શેર કર્યો હતો.

રિદ્ધિમાએ ટ્વિટ કરી કહી આ વાત

રિદ્ધિમાએ લોકોને સચેત કરતા લખ્યું- ‘આ ધ્યાન ખેચવા વાળી વાત છે? પહેલા તપાસ કરો અને સત્યની જાણ કરો, અમે સ્વસ્થ છીએ. અફવા ફેલાવવાની બંધ કરો.’ જણાવી દઈએ કે આ પોસ્ટમાં કોઈ અમિત વશિષ્ઠ નામના ટ્વીટર યુઝરે લખ્યું- ‘કન્ફર્મ્ડ રણવીર કપૂર, નીતૂ કપૂર, કરણ જોહર પણ કોવિડ-19 પોઝિટિવ છે. અમિતાભ બચ્ચનના નાતી અગસ્ત્ય નંદાએ પણ રિદ્ધિમા કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલી બર્થ ડે અટેન્ડ કરી હતી.’ આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી હતી. પરંતુ રિદ્ધિમાએ હવે આ ખબર પર વિરામ લગાવતા તેને ખોટી ગણાવી છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને Corona પોઝિટિવ હોવાની કહી વાત

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને શનિવારે રાતે ટ્વીટ કરતા પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી શેર કરી હતી. તેમણે કહ્યું હતું, -‘હું કોવિડ પોઝિટિવ હોવાની જાણ થઈ છે. મને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ ઓથોરિટીઝને સૂચના આપી રહી છે. પરિવાર અને સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્ય છે. રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. પાછલા 10 દિવસમાં જે મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી કરુ છું કે તે પણ ટેસ્ટ કરાવી લે.’

અભિષેક બચ્ચનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું, સાથે સાથે અભિષેક બચ્ચનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે,  હું અને મારા પિતા બન્ને કોરોના પોઝિટિવ છીએ. અમને હળવા લક્ષણો હતાં. જેથી અમે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છીએ. 

Read Also

Related posts

2GBની જગ્યાએ રોજ 4GB ડેટા, Vi ડબલ ડેટા પ્લાન્સમાં મેળવો 336GB સુધીનો ફાયદો

Mansi Patel

કિયા મોટર્સની તમારી પાસે કાર છે તો આ તમારા માટે છે સમાચાર, ચેક કરી લેજો તમને તો આ સમસ્યા નથી થઈ રહી

Karan

સની લિયોની અને કરિશ્મા તન્નાએ આ વેબ સિરીઝમાં ચલાવ્યો હૉટનેસનો જાદુ, ટ્રેલરમાં જોતા રહી જશો સેક્સી અવતાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!