GSTV
Bhavnagar ગુજરાત

સરકારે બહાર પાડ્યું જાહેરનામું, હવે રિક્ષા ચાલકો આ એક કલરના યુનિફોર્મમાં જોવા મળશે

રિક્ષા

ગુજરાતના ઓટો રીક્ષા ડ્રાઇવરો હવે ટૂંક સમયમાં યુનિફોર્મમાં જોવા મળશે. ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને રાજ્યના રીક્ષા ચાલકો માટે વાદળી કલરના એપ્રોનનો યુનિફોર્મ નક્કી કરેલો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ઓટો રીક્ષા ડ્રાઇવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુ માટે મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ તથા ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯ અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઇવરો માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત છેલ્લા ઘણા સમયથી સરકારની વિચારણા હેઠળ હતી.

વાદળી કલરનો એપ્રોન

હવે ૧૬ નવેમ્બર ૨૦૧૯ના જાહેરનામાથી ગુજરાત મોટર વાહન નિયમો-૧૯૮૯માં સુધારો કરીને જાહેર પરિવહનના વાહનોના ડ્રાઇવરોએ વાદળી કલરનો એપ્રોન પહેરવાનો પડશે તે મુજબની જોગવાઇ કરેલી  છે. આ મુદ્દે સરકારે વિવિધ ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એસોસિએશન સાથે બેઠક પણ યોજી હતી. રીક્ષા ચાલકોએ ક્યારથી આ એપ્રનનો ડ્રેસ પહેરવો પડશે તે અંગે હજુ જાહેરાત કરાઇ નથી.

રીક્ષા ડ્રાઇવર્સ એસોસિયેશન દ્વારા વિરોધ

જોકે, સરકારના આ નિર્ણયનો કેટલાક રીક્ષા ડ્રાઇવર્સ એસોસિયેશન દ્વારા વિરોધ પણ કરાયો છે. ગુજરાત રાજ્ય ઓટો  રીક્ષા ફેડરેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, ‘કોરોનાને લીધે રીક્ષા ચાલકો હાલમાં આર્થિક હાડમારીનો સામનો કરી રહ્યા છે ત્યાં હવે સરકારે તેમના માથે એપ્રનના ડ્રેસનો ખર્ચો નાખ્યો છે. આ પ્રકારનો નિયમ અત્યારે લાવવાની જરૃર નહોતી અને તેની સામે અમે વિરોધ નોંધાવીએ છીએ.’

Read Also

Related posts

AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ

pratikshah

આત્મનિર્ભર ભારત બનાવવા પહેલા ખેડૂતને સ્વનિર્ભર બનાવવો પડે, ભાજપ સરકાર ખેડૂતને જરાય તકલીફ પડવા દેશે નહિ

pratikshah

અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ

pratikshah
GSTV