GSTV
Home » News » ગુજરાત સરકારના નીતનવા કાયદા : લાયસન્સ હોવા છતાં રિક્ષાચાલકો દંડાય છે

ગુજરાત સરકારના નીતનવા કાયદા : લાયસન્સ હોવા છતાં રિક્ષાચાલકો દંડાય છે

નવા ટ્રાફિક નિયમ લાગુ થવાના કારણે અમદાવાદના રીક્ષાચાલકોએ આકરો દંડ ભરવો પડી રહ્યો છે. જોકે કેટલીક વખત કાયદામાં જોગવાઈ ન હોય તેવા મુદ્દે પણ રીક્ષા ચાલકો દંડાતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. અને આ મુદ્દે અમદાવાદના રીક્ષાચાલક વેલ્ફર એસોસીએશને સીએમ વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. ક્યારેક રીક્ષાચાલક પાસે લાયસન્સ હોવા છતાં છ હજારનો દંડ ભરવો પડે છે. પોલીસ દ્વારા આપવામાં આવતી પહોંચમાં લાયસન્સ ન હોવા છતાં પણ નો લાયસન્સની પાવતી આપવામાં આવતી હોવાનો પણ આક્ષેપ રીક્ષા ચાલકોએ લગાવ્યો છે.

વાહન નિયમનો નવો કાયદો અમલ આવ્યો છે. જેના કારણે અમદાવાદના રીક્ષાચાલકોને આકરો દંડ ભરવો પડિ રહ્યો છે. ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટના ૩૭૭૮ ના ચુકાદા મુજબ તથા કેન્દ્ર સરકારન રોજગારીની તકો વધારવા યોજના અંતર્ગત મ૭૫૦૦ કિલો કરતા ઓછા વજન વાળા કોર્મર્શીયલ અને પેસેન્જર વાહનો માટે નવા કાયદા મુજબ પેસેંજર બેઝ લેવુ જરૂરી નથી.

વાહન નીયમન એક્ટમા ૨૦૧૯, પણ ૭૫૦૦ કિલો કરતા ઓછા વજન ઘરાવનાર વાહન માટે કોઈપણ પ્રકારનુ ઓથોરાઈજેશન એટલે કે પેસૈજંર બેઝ ની કોઈ જરૂરીયાત નથી. પરતુ આ કાયદાનો અમલ ગુજરાતમા કરવામા નથી આવ્યો. જેના કારણે ગરબી રીક્ષાચાલકો પાસેથી બેઝ માંગવામા આવે છે.

જો કે નવા કાયદામાં તેની જોગવાઈ નથી. અને બેઝ ના હોઈ તો નો લાયસંન્સ દંડ આપવામા આવે છે. રીક્ષા ચાલક પાસે લાયસન્સ હોઈ છે. તો પણ ૬૦૦૦ હજારનો દંડ ભરવો પડે છે. અને પોલીસ દ્રારા આપવામા આવતી પહોચમા લાયસન્સ હોવા છતા પણ નો લાંયસન્સની પાવતી આપવામા આવી રહિ છે. આ મામલે ઓટી રીક્ષા ચાલક વેલ્ફર એસોશીએસન અમદાવાદ દ્રારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને જાણ કરવામા આવી છે.

READ ALSO

Related posts

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

Nilesh Jethva

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!