GSTV
Home » News » મોદીના ડીજીટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ આપશે સાથ, ભારતમાં કરશે કરોડોનું રોકાણ

મોદીના ડીજીટલ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ આપશે સાથ, ભારતમાં કરશે કરોડોનું રોકાણ

ભારત ડીજીટલ ઈન્ડિયાના સ્વપ્ને સાકાર કરવા માટે દરરોજ દિવસે-દિવસે નવા ઉદ્યોગોમાં રોકાણ કરી રહી છે, ત્યારે દુનિયાની પ્રમુખ ઈ-કોમર્સ કંપની Amazon ભારતમાં નાના અને મધ્યમ લઘુ ઉદ્યોગોને ડીજીટલ બનાવવા માટ એક અબજ ડોલર એટલે કે, 7 હજાર કરોડ રૂપીયાના રોકાણની જાહેરાત કરી છે.

આ વાતની સત્તાવાર જાણકારી દુનીયાના સૌથી ધનવાન અને એમેજોનના મુખ્ય કાર્યકારી અધિકારી જેફ બેજોસે આજે યોજાયેલ નાના અને મધ્યમ ઉદ્યોગો પર આયોજીત એમેજોન સંભવ સંમેલનને સંબોધિત કરતા સમયે કરી હતી. જેફ બેજોસે કહ્યું હતું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચથી 2025 સુધીમાં 10 અબજ ડોલરના ‘મેક ઈન ઈન્ડિયા’ ઉત્પાદોનની નિકાસ કરશે. બે દિવસના આ સંમેલનમાં આ વાત પર ચર્ચા કરવામાં આવશે કે, કેવી રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોનો ટેકનોલોજી પ્રત્યે જાગૃત કરી શકાય છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, 21મી સદીમાં ભારત-અમેરિકાનું ગઠબંધન સૌથી મહત્વપૂર્ણ રહેશે. ઉલ્લેખનીય છે કે, બેજોસ આ અઠવાડિયામાં ભારતના પ્રવાસ પર છે. તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને સિસ્ટમ મેનેજમેન્ટ બસના ઉદ્યમીઓ સાથે પણ મુલાકાત કરશે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ

એમેજોનના સંસ્થાપક જેફ બેજોસની પાસે 11600 કરોડ ડોલર એટલે કે, લગભગ 8.23 લાખ કરોડ રૂપીયાની સંપતિ છે. વર્ષ 2019માં માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સને સંપતિના મામલે જેફ બેજોસેને પાછળ રાખી દીધા હતા. જો કે, એમેજોનના શેરમાં આવેલી તેજીથી જેફ બેજોસ ફરીથી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.

1994માં કંપનીની કરી શરૂઆત

ઉલ્લેખનીય છે કે, જેફ બેજોસે જુલાઈ 1994માં પોતાની કંપનીની સ્થાપના કરી હતી અને 1995માં તેની શરૂઆત કરી હતી. બેજોસ પહેલા આ કંપનીનુ નામ કેડેબ્રા ડૉટ કૉમ રાખવા માંગતા હતા, પરંતુ 3 મહીના બાદ તેમણે આ કંપનીનું નામ બદલીને એમોજોન ડોટ કોમ રાખી દીધું હતું.

READ ALSO

Related posts

ગુજરાતીઓ માટે આ તારીખથી ‘પનીરની’ સાચી ઓળખ બની જશે મુશ્કેલ, બદલાઈ રહ્યાં છે નિયમો

Mayur

‘મશરૂમ ખાઈ મોદી ગોરા થયા’ એવું કહેનાર અલ્પેશ ખોટો ઠર્યો, ખૂદ મોદીએ કહ્યું આ કારણે ચમકે છે મારો ચહેરો

Bansari

30 જાન્યુઆરીએ બે મિનીટ માટે થંભી જશે સમગ્ર દેશ, મોદી સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!