ઓસ્ટ્રેલિયાના ઉભરતા પેસ બોલર જાય રિચર્ડસનને IPLમાં જેકપોટ લાગી ગયો છે. ઓસ્ટ્રેલિયાના આ યુવા બોલરે ઓસ્ટ્રેલિયામાં રમાતી ટી 20 ટુર્નામેન્ટ બિગ બેશની આ સિઝનમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી.

બીજી તરફ IPL માટેની હરાજીમાં રિચર્ડસનને પંજાબ કિંગ્સે 14 કરોડ રુપિયામાં ખરીદયો છે. રિચર્ડસન ઓસી ટીમ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. હાલમાં ઓસી ટીમ ક્વોરેન્ટાઈન થયેલી છે ત્યારે રિચર્ડસન પોતાની હોટલમાં બેસીને હરાજી જોઈ રહ્યો હતો.

તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મને તો વિશ્વાસ પણ નહોતો થતો કે મારા પર આટલી મોટી બોલી લાગી છે. મેં એક વખત નહીં પણ ચાર વખત ખાતરી કરી હતી કે ખરેખર મારા માટે 14 કરોડ રુપિયાની બોલી લાગી છે. એક તબક્કે તો હું જાણે સ્તબ્ધ થઈ ગયો હતો અને શરીરની તમામ ચેતના જાણે જતી રહી હતી. ઉલ્લેખનીય છે કે, રિચર્ડસન બે ટેસ્ટ, 13 વન ડે અને નવ ટી 20 રમી ચુક્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ગુજરાત બજેટ 2021-22/ પાણી પુરવઠા વિભાગ માટે નાણામંત્રીએ શું કરી જાહેરાત, જાણો…
- ગ્રીન ગુજરાત તરફ આગેકૂચ: બાગાયત ખાતાની યોજનાઓ માટે બજેટમાં ફાળવાયા રૂ.442 કરોડ
- LIVE: 2 લાખ યુવાનોની સરકારી ભરતી કરાશે, 50 હજાર કરોડની સાગરખેડૂત સર્વાગી કલ્યાણ યોજના-2ની જાહેરાત
- budget 2021-22 / મહિલા અને બાળ વિકાસમાટે નાયબ મુખ્યમંત્રીના પેટારામાંથી નીકળ્યુ 3511 કરોડનું બજેટ
- ખેડૂતો આનંદો/ રૂપાણી સરકારે ચાલુ વર્ષે કૃષિ બજેટમાં ફાળવ્યા રૂ. 7232 કરોડ, બીજ ઉત્પાદન માટે 55 કરોડની જોગવાઇ