GSTV

બોલીવુડનું આ હૉટ કપલ લગ્નના બંધનમાં બંધાઇ જશે, મેરેજ માટે રજીસ્ટર કરાવી આ તારીખ

બોલીવુડમાં વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યુ છે. આ સ્ટાર કપલ ઋચા ચડ્ડા અને અલી ફઝલ એપ્રિલના અંતિમ સપ્તાહમાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. અભિનેતાના પ્રવક્તા અનુસાર, બંનેએ મુંબઇની એક કોર્ટમાં લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે હાલ ફક્ત લગ્નના રજીસ્ટ્રેશન માટે તારીખ લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ કપલ એપ્રિલના અંતિમ સપ્તાહમાં ઑફિશિયલ રજીટ્રેશન કરાવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. તે બાદ જ સમારોહ કાર્યક્રમ થશે. અમે ફક્ત એટલું કહી શકીએ કે આ એક ખુશીનો અવસર છે.

લાંબા સમયથી એકબીજાને કરી રહ્યાં છે ડેટ

જણાવી દઇએ કે બોલીવુડ એક્ટ્રેસ ઋચા ચડ્ડા અને અલી ફઝલના પરિવારજનો બંને જ લગ્નને લઇને ખુશ છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયથી એકબીજાનેડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાતો પણ ઘણી વખત ચગી છે. પરંતુ હવે ફરી મળેલા રિપોર્ટના અનુસાર રિચા અને અલી એપ્રિલમાં જ લગ્ન કરવાના છે.

લગ્નની અફવા પર ભડકી હતી રિચા

રિચાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ” મેં સવારે નવ વાગ્યે વાંચ્યુ હતું કે મારા લગ્ન થવાના છે. પછીથી એવા સમાચાર મને મળ્યા હતા કે મારા લગ્ન સાંજનાચાર વાગ્યે વેલેનટાઇન ડેના થવાના હતા જે રદ કરવામાં આવ્યા છે. મને જ નથી ખબર કે મારા લગ્ન કેમ કેન્સલ થયા કોઇએ તો  સોશિયલ મીડિયા પર મારા લગ્નની કંકોતરી સુંધ્ધા છાપી હતી. લોકોને ક્રિએટિવીટી પણ ગજબની છે. કાર્ડના બ્રેકગ્રાઉન્ડમાં ગુલાબના ફુલ હતા.

હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણાચોકક્કસ કરશું. જોકે તેવા પણ રિપોર્ટ આવ્યાં હતાં કે રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવાના છે.

Read Also

Related posts

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari

Corona ઇફેક્ટ: વિદેશમાં ફસાયેલા ભારતીયોને હાલ પરત લાવવા મુશ્કેલ : કેન્દ્રએ હાથ ઉંચા કરી લીધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!