રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કપલના લગ્નની તસવીરો સામે આવી છે. બ્રાઈડલ આઉટફીટમાં રિચા ચઢ્ઢા અને અલી ફઝલનો લુક જોવા લાયક છે.

કપલના લગ્નની તસવીરો ચાહકોને દિવાના કરી શકે છે.

વેડિંગ ફોટોમાં અલી ફઝલ પોતાની ડાર્લિંગ રિચા ચઢ્ઢા સંગ રોયલ લુકમાં જોવા મળી રહ્યા છે. બંનેનો લુક જોઈને લાગી રહ્યુ છે કે કપલે મુસ્લિમ રીતિ-રિવાજો અનુસાર નિકાહ કર્યા છે.

રિચા ચઢ્ઢા ગરારા સૂટમાં જોવા મળી રહી છે. તેમણે હેવી નેકલેસ, મેચિંગ ઝુમકા અને નાકમાં નથણી પહેરીને પોતાના બ્રાઈડલ લુકને કમ્પલીટ કર્યુ છે. ઋચા ચઢ્ઢાના વેડિંગ લુકમાં સૌથી વધારે તેમનુ ઝૂમર હાઈલાઈટ થઈ રહ્યા છે. મુસ્લિમ બ્રાઈડ લગ્નમાં માથા પર ઝૂમર પહેરે છે.

ઋચા ચઢ્ઢા અને અલી ફઝલે પોતાના વેડિંગ આઉટફીટને એક જેવુ જ રાખ્યુ છે. બંનેએ પોતાના લગ્નમાં સેઈમ કલરના કપડા પહેર્યા. કપલે જાણીતા ડિઝાઈનર અબૂ જાની અને સંદીપ ખોસલાના ડિઝાઈન કરેલા શાહી જોડામાં લગ્ન કર્યા છે.

અલીએ પેનલ વાળી ગોલ્ડ અને બેઝ શેરવાની પહેરી છે અને ઋચા ઓફ વ્હાઈટ આઉટફીટમાં સુંદર લાગી રહી છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી