GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ઋચા ચઢ્ઢાએ પણ કર્યા યૌન શોષણ કરનાર પર આકરાં પ્રહાર

બે દિવસ પહેલાં ઋચા ચઢ્ઢાએ યૌન શોષણ પર પોતાનો મત રજૂ કરતાં કહ્યું કે જે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર મહિલાઓ પર ફિલ્મ બનાવે છે અને પોતાની જાતને પ્રગતિશીલ દર્શાવવા માંગે છે તે તમામ બગબાદ થઇ જશે. તેણે કહ્યું કે જો હોલીવુડની બાબતો બોલીવુડમાં આવવાની શરૂ થઇ જશે તો બધુ જ બદલાઇ જશે.

ઋચાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો બોલીવુડમાં યૌન શોષણની વાત કરીએ તો અનેક હીરો અને અન્ય લોકો પોતાનું નામ ખોઇ બેસશે. આ એક્ટ્રેસનું કહેવું છે કે બોલીવુડમાં યૌન શોષણ થાય છે, આ વાતને સ્વીકારવી  સાહસની વાત છે પરંતુ આવું કરનાર લોકોના નામ લઇ ન શકાય કારણ કે તે પછી કામ મળવાની કોઇ ગેરેન્ટી નથી હોતી.

કેટલાંક લોકોએ ઋચાને પૂછ્યું કે તે શા માટે આ લોકોના નામ જાહેર નથી કરતી, તેના જવાબમાં ઋચાએ કહ્યું કે જો તમે મને આજીવન પેન્શન આપો, મારી સુરક્ષા સુનિશ્ચત કરો અને મારા પરિવારનું ધ્યાન રાખો સાથે જ તે પણ સુનિશ્ચિત કરો કે મને ફિલ્મો અને ટીવીમાં કામ મળતું રહેશે.

જો મારી કારકિર્દી આમ જ આગળ વધતી રહેશે તો હુ અત્યારે જ આ લોકોનું નામ લઇશ. ઋચાનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીનું વ્યવસ્થા અને માળખુ બદલવી જરૂર છે.

Related posts

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

અમિતાભની ફિટનેશ છે જુવાનિયાઓને પણ શરમાવે તેવી, સીનીયર બચ્ચને દાયકા પહેલા જ ખોલ્યું હતું રહસ્ય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!