GSTV
Home » News » Casting Couchનાં કારણે ટીવી અભિનેત્રીએ છોડી દીધી ઇન્ડસ્ટ્રીઝ, ડિરેક્ટર પર લગાવ્યા સનસનીખેજ આરોપ

Casting Couchનાં કારણે ટીવી અભિનેત્રીએ છોડી દીધી ઇન્ડસ્ટ્રીઝ, ડિરેક્ટર પર લગાવ્યા સનસનીખેજ આરોપ

Casting Couch મામલે બદનામ મનોરંજન ઈન્ડસ્ટ્રીઝ પર એક વખત ફરીથી સનસનીખેજ આરોપ લાગ્યો છે.જેમાં લોકપ્રિય ટીવી સિરીયલ ખીચડીથી નામનાં મેળવનાર અભિનેત્રી રિચા ભદ્રાએ દાવો કર્યો છે કે ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિગં કાઉચ અને શારીરિક ટીકા(Body Shaming) ટીપ્પણીને કારણે તેમણે ઈન્ડસ્ટ્રીઝને અલવિદા કરી દીધું છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ રીચાએ આ ખુલાસો એક ખાનગી ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેમણે જણાવ્યું કે લગ્ન પછી જ્યારે તેમણે કામ કરવા માટે ઓડીશન આપવાનું શરૂ કર્યું તો તેમને સમાધાન કરવા માટે કહેવમાં આવ્યું હતું. જ્યારે રીચાએ જણાવ્યું હતું કે એક નિર્માતા એ કહ્યું હતું કે “તમે મને ખુશ રાખશો તો હું તમને કામ આપીશ ” તે મને હોટલમાં મળવા માંગતા હતા પરંતુ હું તેમને કોફી શોપમાં મળી હતી. ત્યાર પછી રીચાએ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની મહત્વાકાંક્ષાઓ પર અંકુશ લાગી દીધો હતો. તેમણે જણાવ્યું કે તે પોતાની ઈમેજને તાર-તાર નથી કરવા માંગતી.જે તેમણે બાળ કલાકાર તરીકે બનાવી હતી.

જ્યારે રીચાની આ નિર્ણય પાછળ પરિવારની કૌટુંબિક પૃષ્ઠભૂમિ પણ છે. ત્યારે રિચા કહે છે કે તે એક ગુજરાતી પરિવારમાં ઉછર્યા છે. જ્યારે તેનું કુટુંબ ઈચ્છતું નથી રિચા સ્ક્રીન પર રોમાંસ અથવા તેના શરીરને પ્રદર્શિત કરવા માંગતો નથી. તેથી તેઓએ નવા પ્રોજેક્ટસ કરવાનાં બંધ કર્યા છે. જ્યારે બોડી શેમિંગનાં મુદ્દા પર કહ્યું તેમણેજ્યારે અમે કામ માંગવાનું શરૂ કર્યું ત્યારે તેમને કહેવામાં આવતું હતું કે તમે સ્થૂળ છો અને ઘણી વખત સ્થૂળતા વાળી કન્યાઓ નોજ રોલ ઓફર કરવામાં આવે છે. જો તમારે એકટીંગ કરવી હોય તો વજન ઓછું કરવું પડશે. ત્યારે મારે ફક્ત ઈન્ડસ્ટ્રીઝ નાં ભાગ બનવા માટે મારે વજન ઓછું કરવું પડતું.

ખિચડી શોમાં રિચાએ ચક્કી ની ભૂમિકા ભજવ્યા પછી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. આ સિવાય, રીચાએ બા બહુ અને બેબી અને મિસીસ તેંડુલકર જેવા શોમાં પણ અભિનય કર્યો હતો. રિચા હાલમાં તેના લગ્નજીવનનો આનંદ માણે છે. તેના પતિ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરે છે.

READ ALSO

Related posts

લોઢાની વીંટી કયા જાતકોને કરે છે લાભ અને કોના માટે છે અશુભ જાણો શાસ્ત્રોક્ત નિયમ

Bansari

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

એક્ઝિટ પોલ એટલે શું? જાણો એક્ઝિટ પોલની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઇ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!