GSTV

ગજબ શોખ / ધનિક મહિલાએ 15 વર્ષ નાના યુવાનને બનાવ્યો બોયફ્રેન્ડ, પગાર તરીકે ચુકવે છે 11 લાખ રૂપિયા

Last Updated on October 13, 2021 by Zainul Ansari

ધનિકોના શોખ પણ અજબ ગજબ હોય છે અને ક્યારેક તે અંગે સાંભળીને મગજ ચકરાવે ચઢી જતુ હોય છે. જેમ કે 44 વર્ષની એક બ્રિટિશ મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાના યુવાનને બોયફ્રેન્ડ બનાવ્યો છે અને બોયફ્રેન્ડ તરીકે રહેવા માટે ફિક્સ પગાર પણ આપે છે. જુલી 44 વર્ષની છે અને તેનો બોયફ્રેન્ડ 29 વર્ષનો છે.

જોકે જુલી તેની પાસે કેર ટેકર તરીકે પણ કામ લે છે. તેનો બોયફ્રેન્ડ ઘરમાં જમવાનુ બનાવવાથી માંડીને બીજા પણ કામ કરે છે. જુલી નામની મહિલાએ ટિક ટોક એકાઉન્ટ પર બોયફ્રેન્ડને લગતી આ જાણકારી આપી છે.

એક બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે લોકોએ જ્યારે જુલીને પૂછ્યુ હતુ કે, તે બોયફ્રેન્ડને દર મહિને કેટલા રૂપિયા ચુકવે છે ત્યારે મહિલાએ હળવા અંદાજમાં કહ્યુ હતુ કે, એક મહિનામાં 11 લાખ રૂપિયા… જોકે એ પછી પણ આ મહિને તેણે સ્વિમિંગપુલની સફાઈ કરી નથી. સેલેરી આપ્યા બાદ મારો બોયફ્રેન્ડ એ બધુ જ કરે છે જે હું કરાવવા માંગુ છું.

જુલી કહે છે કે, અમારા બે વચ્ચે ઉંમરનો જે ગેપ છે તેનાથી લોકો મને ટોણા પણ મારે છે પણ હું કોઈની પરવા કરતી નથી. મારો બોયફ્રેન્ડ મને છોડીને કોઈની સાથે જતો રહે તેવો ડર મને નથી. આ ડર ખરેખર તેને હોવો જોઈએ.

Read Also

Related posts

બૉલીવુડની જાણીતી અભિનેત્રી ફારુખ જાફરનું નિધન, ઉમરાઉ જાનથી કરી હતી એક્ટિંગની શરૂઆત

Damini Patel

પોલીસની દાદાગીરી/ મફતમાં ફ્રૂટ ન આપતા નશામાં ધૂત પોલીસે સગર્ભાના પેટ પર લાત મારી, પોણા ત્રણ વર્ષે પોલીસે ગુનો નોંધ્યો

Pravin Makwana

ધર્માંતરણ કેસ/ ઉત્તર પ્રદેશમાં એટીએસ દ્વારા મોટો ઘટસ્ફોટ, આરોપીઓ અલકાયદાના સંપર્કમાં હોવાના પુરાવા મળ્યા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!