GSTV
AGRICULTURE Trending

ગત વર્ષની સરખામણીએ ડાંગરનું ઉત્પાદન 43.83 લાખ હેક્ટર ઘટ્યું : સ્ટોક 4 વર્ષના સૌથી નીચલા સ્તરે, ચોખાની કિંમત પર પડશે સીધી અસર

ડાંગર

ડાંગરના ઉત્પાદન ક્ષેત્રે મોખરે એવા અનેક રાજ્યોમાં વર્તમાન ચોમાસુ સિઝન દરમિયાન ઓછો વરસાદ થયો છે. આ કારણે ગત વર્ષની સરખામણીએ ડાંગરનું ઉત્પાદન 43.83 લાખ હેક્ટર જેટલું ઓછું જણાઈ રહ્યું છે.

ડાંગર

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ચાલુ ખરીફ સિઝન (2022-23)માં 12મી ઓગષ્ટ 2022 સુધીમાં કુલ 309.79 લાખ હેક્ટર ક્ષેત્રફળ વિસ્તારમાં ડાંગરનું ઉત્પાદન જોવા મળી રહ્યું છે. ગત વર્ષે આ સમયગળા દરમિયાન કુલ 353.62 લાખ હેક્ટર ક્ષેત્રફળ વિસ્તારમાં ડાંગરનું વાવેતર જોવા મળ્યું હતું. જો આગામી દિવસોમાં ડાંગરના ઉત્પાદન ક્ષેત્રફળમાં વધારો નહીં થાય તો દેશમાં 2.71 ટન પ્રતિ હેક્ટરની ચોખાની ઉત્પાદકતાના આધાર પર ચાલુ ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન આશરે 110 લાખ ટન જેટલું ઘટી શકે છે.

ડાંગર

કેન્દ્રીય પૂલમાં ખાદ્યાન્ન સ્ટોક 4 વર્ષના નીચલા સ્તરે

ગત એક ઓગષ્ટના રોજ કેન્દ્રીય પૂલમાં ઘઉં અને ચોખાનો કુલ સ્ટોક 4 વર્ષના સૌથી નીચલા સ્તરે 676.33 લાખ ટન નોંધાયો હતો. તેમાં 266.45 લાખ ટન ઘઉં અને 409.88 લાખ ટન ચોખાનો સમાવેશ થાય છે. ગત વર્ષે 1 ઓગષ્ટ 2021ના રોજ કેન્દ્રીય પૂલમાં 564.80 લાખ ટન ઘઉં તથા 444.59 લાખ ટન ચોખાનો સ્ટોક જમા હતો.

ડાંગરના ઉત્પાદનના ક્ષેત્રફળમાં ઘટાડો નોંધાવાના પગલે છેલ્લા કેટલાક દિવસથી માર્કેટમાં ચોખાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ખેડૂતોએ હાલ 3,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી ડાંગરનું વેચાણ કર્યું છે. જ્યારે આગામી ખરીફ માર્કેટિંગ સિઝન 2022-23 માટે ડાંગરની એ-ગ્રે઼ડ જાતનું એમએસપી મૂલ્ય 2,060 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. તે કિંમતોમાં વૃદ્ધિનો સંકેત દર્શાવી રહ્યું છે.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV