GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ખેડૂતો અાનંદો : ચોખાનું ઉત્પાદન નવો રેકોર્ડ બનાવશે, સરકારે જાહેર કર્યો અંદાજ

ચાલુ ખરિફ સિઝન દરમિયાન ચોખાનું કુલ ઉત્પાદન વધીને 992.4 લાખ ટનની નવી વિક્રમી સપાટીએ પહોંચી જવાની સંભાવના છે. જ્યારે પાછલી સિઝન દરમિયાન દેશમાં 975 લાખ ટન ચોખાનું ખરીફ ઉત્પાદન નોંધાયું હતું. ચાલુ ખરિફ કૃષિ પાકની વાવેતર સિઝનમાં 20 સપ્ટેમ્બર સુધી દેશમાં 3.86 કરોડ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે જે પાછલાં વર્ષના સમાનગાળાની સરખામણીએ ખરીફ વાવેતરમાં 2.36 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જો કે ઊંચા વાવેતરના લીધે ઉત્પાદન વધતા કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી પણ વધારે પ્રમાણમાં ચોખાની ખરીદી કરવી પડશે. તે સંભવતઃ નિકાસને પણ પ્રોત્સાહન આપી શકે છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઇ) એ વર્ષ 2017-18 દરમિયાન 24મી સપ્ટેમ્બર સુધીમાં 381.6 લાખ ટન ચોખાની વિક્રમી પ્રાપ્તિ કરી છે. આ પ્રાપ્તિ પાછળ રૂ. 1.13 લાખ કરોડનો ખર્ચ કરાયો છે જે અગાઉના વર્ષની સરખામણીએ રૂ.12 હજાર કરોડ વધારે ખર્ચ દર્શાવે છે. સરકાર દ્વારા કૃષિ પાકોનું બમ્પર વાવેતર અને ઉત્પાદનને પગલે ભારતનું કૃષિ સેક્ટર આગળ વધી રહ્યું હોવાનો અંદાજ મૂકાયા બાદ નિષ્ણાંતોએ કહ્યું કે, ચોખાના નિકાસને મોટું પ્રોત્સાહન આપી શકે છે. જો કે ટેકાના ભાવમાં વધારો સરકાર સામે જ મુશ્કેલી ઊભી કરી શકે છે. જો બજારમાં નક્કી કરાયેલી એમએસપીથી ભાવ નીચે જતા રહેશે તો સરકાર ઉપર ખરીદી વધારવા માટે દબાણ વધારશે.

Related posts

ભારતની LAC પર ચીને ગોઠવ્યું છે લશ્કર, અમેરિકાએ આપી આ ચેતવણી

Mansi Patel

1% વ્યાજ પર લોન મળશે, તાળાબંધીમાં રોકડ ખેંચમાં લોન મેળવવી અહીંથી ખૂબ જ સરળ છે

Dilip Patel

ટ્રાયલના બીજા તબક્કામાં કોરોના રસી 99% અસરકારક સાબિત, રશિયાને લાગી લોટરી

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!