GSTV
Bollywood Entertainment Trending

રિયાનો ઘટસ્ફોટ : સુશાંત પોતાની બહેન પ્રિયંકાથી ખૂબ જ દુખી હતો, શેર કરી આ Whatsapp ચેટ

સુશાંત

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાના બોયફ્રેન્ડ અને સદગત એક્ટર સુશાંતસિંહ રાજપૂત સાથે થયેલી વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. જેમાં સુશાંતે પોતાની બહેન માટે ચિંતા વ્યક્ત કરતા તેને દુષ્ટ અને મેનુપલેટિવ ગણાવી હતી. રિયાની કાનૂની ટીમે શેર કરેલી ચેટમાં સુશાંતને એમ કહેતો દર્શાવાયો છે કે તેને ખાતરી છે કે તેની બહેન ‘સિડ ભાઈ’ને મેનુપલેટ કરી રહી છે. તેમાં તે કદાચ તેની બહેનના પતિ સિદ્ધાર્થ અથવા તેના રૂમનો સાથીદાર સિદ્ધાર્થ પીઠાણીનો ઉલ્લેખ કરતો હોય તેવું લાગી રહ્યું છે.

રિયાએ શેર કરી સુશાંત સાથેને વૉટ્સએપ ચેટ

સુશાંત આ ચેટમાં રિયા, તેના ભાઈ શોવિક અને તેના પરિવારની પ્રશંસા કરી રહ્યો છે. સુશાંતે લખ્યું છે કે ‘તારો પરિવાર ખૂબ જ સારો છે. શોવિક પણ અત્યંત દયાળુ છે અને તું પણ. આ અનિવાર્ય પરિવર્તન અને રાહત માટે તું જવાબદાર છે. આ મહત્વપૂર્ણ પરિવર્તનો સાથે તમારી આસપાસ રહેવું મારા માટે ખૂબ આનંદની વાત છે. મારી રોકસ્ટાર મિત્ર બનવા માટે આભાર.’

બીજા મેસેજમાં સુશાંત કહે છે, ‘તું સ્માઈલ કર.’ તું સ્માઈલ કરતી જ સારી લાગે છે. હવે હું સૂવાનો પ્રયત્ન કરીશ. હું ઈચ્છું છું કે મને જમિલાના સપના આવે તે સરસ હશેને? બાય.’ ત્યારબાદ તે તેની બહેનને શેતાન કહેતા તેના વિષે લખે છે કે તે સિડ ભાઈને મેનુપલેટ કરી રહી છે. સુશાંતે પોતાની ચેટમાં પ્રિયંકાને લખ્યું, ‘તે જે કર્યું છે, આ શરમજનક કૃત્ય બાદ, પોતાને લાચાર બતાવીને સૌનું ધ્યાન આકર્ષિત કરવા માટે પોતાની ભૂલ છુપાવવા જેવું છે. જે તે શરાબના નશામાં તણાઈને મોલેસ્ટેશન સૌથી ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે.’

અગાઉ જાણવા મળ્યું હતું કે રિયાએ પ્રિયંકા પર વધુ દારૂ પીધા બાદ તેની છેડતીનો આરોપ લગાવ્યો હતો, જેને કારણે બંને ભાઇ-બહેનના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. એમ લાગી રહ્યું છે કે સુશાંત કદાચ ચેટમાં તે જ ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યો છે.

Read Also

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu
GSTV