સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી હતી. મુંબઈના તેના બાંદ્રા ખાતેના એપાર્ટમેન્ટમાં તેણે પંખે લડકીને જીવન ટુંકાવી દીધું હતું. આ મામલાને પાંચ મહિના થવા આવ્યા છે પરંતુ તેનો ઉકેલ આવ્યો નથી એટલું જ નહીં પરંતુ તેમાં દરરોજ નવા વળાંક આવતા જાય છે. સુશાંતના મામલામાં સીબીઆઈ તપાસ કરી રહી છે અને તેની બહેને દરરોજ ન્યાય માટે માગણી કરી રહી છે પરંતુ હવે એમ લાગે છે કે તેની બહેનો જ મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે અને તેમને સમસ્યામાં લાવનારી બીજી કોઈ નહીં પણ રિયા ચક્રવર્તી છે.
રિયા ચક્રવર્તીએ આ આરોપો લગાવ્યા

સપ્ટેમ્બરમાં રિયાએ સુશાંતની બહેનો સામે એફઆઇઆર દાખલ કરાવી હતી. તેણે એવો આરોપ લગાવ્યો હતો કે સુશાંતની બહેનોએ ખોટા પ્રિસ્ક્રિપ્શનને આધારે સુશાંતને દવાઓ આપી હતી. આ જ કારણસર સુશાંતને પેનિક એટેક આવ્યો હતો. મુંબઈ પોલીસે આ એફઆઇઆરની નકલ સીબીઆઈને સોંપી હતી અને હવે સુશાંતની બહેનોને ડર સતાવી રહ્યો છે કે તેમની ધરપકડ કરવામાં આવશે.
આ દરમિયાન તેમણે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને આ કેસમાં વહેલાસર ઉકેલ આવે તે માટે આદેશ આપવાની વિનંતી કરી છે. તેમને દહેશત છે કે તેમની ધરપકડ થઈ શકે છે અને તેનાથી બચવા માટે જ સુશાંતની બહેનો પ્રિયંકા અને મિતુએ બોમ્બે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત