GSTV

ડ્રગ્સ કેસ : સારા ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રિત ફસાઈ, એનસીબી પૂછપરછ માટે મોકલશે સમન્સ

ડ્રગ્સ

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) આ અઠવાડિયામાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, સિમોન ખંભાતા અને રકુલ પ્રિતને નોટિસ પાઠવશે. આ ચાર અભિનેત્રીઓને પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે. ખરેખર, એનસીબીનો દાવો છે કે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ આ ચાર અભિનેત્રીઓનું નામ લીધું છે.

સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના ડ્રગ્સ પ્રકરણે તેની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના પૂછપરછમાં કસ્ટડી દરમ્યાન 36 કલાક સુધી મક્કમ રહી હતી. પરંતુ ત્યારબાદ તેનો બાંધ તૂટી ગયો હતો.

રિયાએ આખરે તોડી ચુપકિદી

સુશાંત મૃત્યુ પ્રકરણે સીબીઆઈએ નોંધેલા કેસમાં મુખ્ય આરોપી રિયાએ ઓથોરિટીના પંચાવનમાં પ્રશ્ન પર ચુપકિદી તોડી હતી. ‘તુ કેટલી સારી અભિનેત્રી છે?’ એવા પ્રશ્નના જવાબ બાદ તેણે પોતે ડ્રગ્સનું સેવન કર્યાનું કબુલવાની હિંમત કરી હતી. જેની અત્યાર સુધી તેણે ના ભણ્યે રાખી હતી.

રિયા

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ રાઉન્ડના સવાલોમાં સજાગ અને ચુપ રહી હતી. વિગત આપવામાં ટસની મસ થતી નહોતી. ત્યારબાદ ઓફિસરોને લાગ્યું કે આ રીતે કામ ચાલશે નહીં.

રિયાએ સ્વીકાર્યુ- ડ્રગ્સનું સેવન કરતી હતી

આથી તેમણે મજાકમાં તેને સવાલ કર્યો કે ‘તું કેટલી સારી અભિનેત્રી છે?’ જેનો જવાબ રિયાએ ‘હું બહુ સારી અભિનેત્રી છું’ એમ આપ્યો હતો. અધિકારીઓએ કડક થઈને તેને જણાવ્યું કે ‘મેડમ આ સમય તમારા માટે અભિનય કરવાનો નથી.

રિયા

‘સુત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓએ પછી જણાવ્યું કે ‘જોકે સેવન નહીં કર્યું હોય તો તું દાણચોર છે અને તે વધુ ગંભીર ગુનો છે.’ આ સવાલ રિયા ભાંગી પડી અને તેણે ડ્રગ્સનું સેવન કર્યાની કબુલાત કરી હતી.તેણે એમ પણ જણાવ્યું હતું કે તે પોતાને શીખવેલા જવાબ આપી રહી હતી. રિયા હાલ ભાયખલા મહિલા જેલમાં 22 સપ્ટેમ્બર સુધી રખાઈ છે. તેનો ભાઈ શૌવિક અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત પણ એનસીબી કસ્ટડીમાં છે.

Read Also

Related posts

ખેડૂત આંદોલન: ટ્રેક્ટર પરેડ માટે ‘લક્ષ્મણ રેખા’, સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પર રહેશે નજર

pratik shah

બંગાળમાં કોરોના વેક્સિનની લૂટ? સ્વાસ્થ્યકર્મીઓ માટે આવેલી રસીઓ TMC નેતાઓએ લગાવી-BJPનો મોટો આરોપ

Mansi Patel

ચોંકાવનારુ: ધૂમ્રપાન અને શાકાહારી ખાદ્યપાન ધરાવતા લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ, સીરોસર્વેમાં થયો મોટો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!