GSTV

રિયાના ભાઈ શોવિક અને પિતાની આ દિવસે થઇ શકે છે પૂછતાછ

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાના કેસની સૌથી મહત્વની કડી રિયા ચક્રવર્તીનું નામ હવે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યું છે. જોકે મુંબઈમાં તપાસની ગતિ ભલે ધીમી હોય પરંતુ સીબીઆઈને તપાસનો આદેશ આપતાંની સાથે જ રિયા ચક્રવર્તી સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધી છે. શુક્રવારે રિયા ચક્રવર્તીની લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હવે એવી માહિતી બહાર આવી છે કે તેના ભાઈ અને પિતાની ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે.

રિયાએ આ ફલેટ 84 લાખ રૂપિયામાં ખરીદયો હતો


સુત્રો અનુસાર સોમવારે રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ સદગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવતીની જે ત્રણ પ્રોપર્ટી અંગે ED તપાસ કરી રહી છે તેમની એક પ્રોપર્ટી મુંબઇના ખાર વિસ્તારમાં આવેલી છે. જે 322 ચોરસ ફૂટનો એક બેડરૂમનો ફ્લેટ છે, જેની કિંમત 76 લાખ રૂપિયા છે. જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ચાર્જ સહિત, રિયાએ આ ફલેટ લગભગ 84 લાખ રૂપિયામાં ખરીદયો હતો.

Related posts

બોલીવૂડ ડ્રગ્સકાંડમાં પીએમઓ રાખી રહ્યું છે સીધી નજર, સરકારના ખાસ અધિકારીને મોકલ્યા મુંબઈ

Karan

પૈસાને થૂક લગાવીને ગણવા લક્ષ્મી હાનિના છે સંકેત, આ સંકેત જણાવશે કેવો છે તમારો આવનારો સમય

Bansari

આ મેં મારી જીંદગીમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્ડિંગ, આ ફિલ્ડરની ફિલ્ડિંગ જોઈને સચિને આપ્યો આ પ્રતિભાવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!