GSTV

ડ્રગ્સ કેસ: રિયા અને શોવિકની મુશ્કેલીઓ વધી, આ કારણે બોમ્બે હાઇ કોર્ટમાં સુનાવણી ટળી

રિયા

ડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી પરની સુનાવણી રદ્દ થઇ છે. આજે રિયાની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ મુંબઈમાં ભારે વરસાદ હોવાને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાથી હાઈકોર્ટે રજા જાહેર કરી છે. રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે હવે ગુરુવારે સુનાવણી થશે.

કોર્ટે બે વાર ફગાવી રિયાની જામીન અરજી

મહત્વનું છે કે રિયા છેલ્લા 16 દિવસથી જેલમાં બંધ છે. રિયાની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે  બે વખત નામંજૂર કરી હતી. સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરતી એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયાની ધરપકડ કરી હતી. જે બાદ 9 સપ્ટેમ્બરના રોજ રિયાને ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી હતી.

રિયા પર આરોપ છે કે ડ્રગ્સ પેડલર્સના કોન્ટેક્ટમાં હતી અને સુશાંત માટે ડ્રગ્સ એરેન્જ કરતી હતી. ભાયખલા જેલથી રિયાને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી મંગળવારે કોર્ટમાં રજૂ કરાઇ. જે દરમ્યાન કોર્ટે 6 ઓક્ટોબર સુધી રિયાની કસ્ટડી વધારી દીધી છે.

રિયાએ કબૂલી ડ્રગની બંધાણી હોવાની વાત

રિયા

સુશાંતના સ્વજનોએ રિયા પર એવો આક્ષેપ કર્યો હતો કે સુશાંતની લખલૂટ સંપત્તિ કબજે કરવા રિયાએ એને ડ્રગનો બંધાણી બનાવી દીધો હતો. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ રિયાની કરેલી આકરી પૂછપરછમાં રિયાએ પોતે ડ્રગ લેતી હોવાની અને અન્યોને માટે ડ્રગ મંગાવી આપતી હોવાનો એકરાર કર્યો હતો. એટલે એનસીબીએ રિયાની ડ્રગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. પહેલાં એ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતી. આ કસ્ટડી 22 સપ્ટેંબરે પૂરી થતી હતી. ત્યારબાદ એની કસ્ટડી છઠ્ઠી ઓક્ટોબર સુધી લંબાવાઇ હતી. દરમિયાન નીચલી અદાલતે રિયાની જામીન અરજી ફગાવી દેતાં રિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. એની સુનાવણી મુંબઇ હાઇકોર્ટમાં આજે થવાની હતી.

ભારે વરસાદના પગલે મુંબઇનું જનજીવન ઠપ થઇ જતાં આજે મુંબઇ હાઇકોર્ટ પણ બંધ રહેવા પામી હતી. એટલે રિયાની જામીન અરજીની સુનાવણી આજે થઇ શકી નહોતી. આમ રિયાની મુશ્કેલીઓનો અંત હાલ તો હાથવગો દેખાતો નહોતો.

એનસીબીએ રિયાના એકરાર પછી બીજા કેટલાક ડ્રગ પેડલર મનાતા લોકોની પણ ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં પંદરેક વ્યક્તિ ડ્રગ કેસમાં મુંબઇની જેલમાં છે. હજુ આ કેસમાં શ્રદ્ધા કપૂર, દિયા મિર્ઝા, દીપિકા પાદુકોણ વગેરેનાં નામ પણ ખુલ્યાં હતાં. એનસીબી દરેકને બોલાવીને પૂછપરછ કરવાની હતી.

Read Also

Related posts

Google Maps દ્વારા સીધુ તમારા ફ્રેન્ડને મોકલો લાઇવ લોકેશન, અહીં જાણો ટ્રિક

Bansari

ખુલાસો/ લોકડાઉનમાં અરબપતિઓની સંપત્તિ અધધધ વધી, ગરીબોને પડ્યા ખાવાના પણ ફાંફા, જાણો શું કહે છે આંકડા

Mansi Patel

તેજી સાથે આગળ વધી રહી છે દેશની અર્થવ્યવસ્થા, સરકાર અને RBIએ નિભાવી મહત્વની ભૂમિકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!