રિયા ચક્રવર્તીની જામીન અરજી પર ગુરુવારે મુંબઇની વિશેષ અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. તેનો અર્થ એ છે કે રિયા અને તેના ભાઇ શોવિકને એક રાત વધુ ભાયખલા જેલમાં પસાર કરવી પડશે. રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં મંગળવારના રોજ ધરપકડ થઈ છે. તે પછી અદાલતે 14 દિવસ માટે જેલમાં મોકલી આપી છે. કોર્ટના આદેશ બાદ પ્રથમ રાત રિયાએ એનસીબીના લોકઅપમાં રહેવું પડ્યું હતું. આ મામલે હવે રિયાએ જામીન માગ્યા છે. રિયા હાલમાં ભાયખલા જેલમાં બંધ છે. રિયાએ ફરીથી જામીન માટેની અરજી કોર્ટમાં મૂકી છે. જે અંગે મુંબઈની વિશેષ અદાલત આ મામલે આદેશ કરશે.
NCBએ કોર્ટમાં મુકી આ દલીલો
રિયા ચક્રવર્તીના વકીલ સાથે દલીલો બાદ પબ્લિક પ્રોસીક્યૂટરે પોતાની દલીલમાં કહ્યું કે કેટલા રૂપિયા ડ્રગ્સ માટે લાગ્યા તે જરૂરી નથી. કોર્ટે રિયાની ઇંટરોગેશન સ્ટેટમેન્ટ વાંચી. એનસીબીએ જામીન અરજીનો વિરોધ કર્યો અને એનસીબીના સીનિયર અધિકારી સમીન વાનખેડે કોર્ટમાં જ હાજર રહ્યા.એનસીબીએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે આ મામલે વધુ તપાસ કરવાની છે. મામલો હજુ પુરો નથી થયો, તપાસ ચાલી રહી છે.રિયા જે જેલના સેલમાં બંધ છે તે સામાન્ય બેરક છે. શીના બોરા હત્યાકાંડના મામલામાં ઇન્દ્રાની મુખરજી પણ આ જેલમાં બંધ છે. રિયાનો સેલ ઇન્દ્રાણી મુખરજીના સેલની નજીક જ છે.


રિયા ચક્રવર્તી પહેલાં એનસીબીએ તેમના ભાઈ શૌવિકની ધરપકડ કરી છે. શૌવિક સાથે સંખ્યાબંધ ડ્રેગ પેડલ્સર્સ પર પણ એનસીબીએ સકંજો ગોઠવ્યો છે. રિયા અને શૌવિકની ચેટમાં તેમની વચ્ચે મોટા ખુલાસા થયા છે. રિયાએ એ કબૂલ્યું છે કે ચેને ડ્રગ્સની ખરીદી કરી છે પણ ડ્રગ્સ લીધું નથી. રિયા એ પણ કહ્યું હતું કે સુશાંત માટે ડ્રગ્સનું એરેન્જ કરતી હતી.
Read Also
- બિહારમાં કરેલી ભૂલ પશ્ચિમ બંગાળમાં નહિ કરે કોંગ્રેસ, લેફ્ટ સાથે આ હશે આગળની રણનીતિ
- ચોંકાવનારુ: ધૂમ્રપાન અને શાકાહારી ખાદ્યપાન ધરાવતા લોકોમાં વાયરસનું ઓછું થાય છે સંક્રમણ, સીરોસર્વેમાં થયો મોટો ખુલાસો
- Ditching WhatsApp: માત્ર 18% ભારતીયો જ વપરાશ રાખી શકે છે ચાલુ, 36% લોકોએ ઉપયોગ ઘટાડ્યો: સર્વે
- પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૨ના કાર્યનો શુભારંભ કરશે
- બિહારમાં દારૂનો તસ્કર ગ્રેજ્યુએટની ધરપકડ, બેરોજગારોને નોકરી અને દરરોજની કરતો 9 લાખની કમાણી