GSTV
Gujarat Government Advertisement

નસીબ બદલાયા/ મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવી શકે છે રિયા ચક્રવર્તી, બીટાઉનમાં થઇ રહી છે ચર્ચા

Last Updated on June 10, 2021 by Karan

બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લે ફિલ્મ જલેબીમાં જોવા મળી હતી. આ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ હતી. તેની આગામી ફિલ્મ ‘ચેહરે’ રિલીઝની તૈયારીમાં છે. રૂમી ઝાફરીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, એનું કપૂર, ઇમરાન હાસ્મી અને ક્રિસ્ટલ ડિસુઝા સહીત અનેક મોટા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિયા પોતાની આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે. તાજેતરમાં જ તેને એક ફિલ્મ ઓફર થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિયા ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર ભજવી શકે છે. તેને આ ફિલ્મ માટે રોલ ઓફર કરવામાં આવ્યો છે.

રિયા

દ્રૌપદીના અવતારમાં જોવા મળશે રિયા

એક અહેવાલ મુજબ, રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં એક મોટા પ્રોજેક્ટમાં દ્રૌપદીની ભૂમિકા ભજવતી જોવા મળશે. અન્ય સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ તેના માટે એક મોટો પ્રોજેક્ટ હોઈ શકે છે. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવવું એક વિશિષ્ટ વાત હોઈ શકે. રિયા આ સમયે આ પ્રોજેક્ટ કરવા અંગે વિચાર કરી રહી છે. જોકે, ચર્ચા પ્રારંભિક તબક્કામાં જ છે.

રિયા

જેલની હવા ખાઈને સુધરી ગઈ રિયા?

જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી ‘બેન્ક ચોર’, ‘હાલ્ફ ગર્લફ્રેન્ડ’ અને ‘મેરે ડેડ કી મારુતિ’માં જોવા મળી હતી. આજકાલ રિયા ચક્રવર્તી ઇન્સ્ટાગ્રામ પર ઘણા જ મોટિવેશનલ કોટ્સ શેર કરતી રહે છે. બૉલીવુડ અભિનેત્રી રિયા ડ્રગ્સ કેસમાં જેલની હવા ખાઈને પાછી તો આવી ગઈ છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી હવે પહેલા જેવી નથી જોવા મળી રહી. સાથે જ તેની દિનચર્યા પણ હવે પહેલા જેવી નથી રહી. ગ્લેમર વર્લ્ડ અને લાઈમલાઈટથી દૂર રિયા હવે પોતાને સમય આપવા લાગી છે અને જીવનને જાવેસરથી શરૂ કરવાના પ્રયાસો કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta

વાઇરલ વિડિઓ / લૉનમાં સૂતો હતો કૂતરો, ચિત્તાએ પકડીને કાર્ય આવા હાલ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!