GSTV

સપના ઉંચા જ જોવાના! પ્રાઈવેટ જેટથી લઈને પર્સનલ ટાપુ… આ હતા રિયા ચક્રવર્તીના ‘મુંગેરીલાલના હસીન સપના’

રિયા ચક્રવર્તી

બોલિવૂડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યા બાદ લોકો તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર અત્યંત ટ્રોલ કરી રહ્યા હતા. તે જ સમયે સુશાંતના પરિવારે પટણામાં રિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવ્યા બાદ રિયાની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ છે. આ કેસમાં બિહાર પોલીસની એક ટીમ રિયાની પૂછપરછ કરવા માટે મુંબઈ પહોંચી હતી પરંતુ રિયા તેના ઘરે મળી ન હતી. બાદમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં એવી માગણી કરવામાં આવી હતી કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરની પોલીસ કાર્યવાહી અટકાવી દેવી જોઈએ અને તપાસને બિહારથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે. આ મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પણ યોજાવાની છે.

સુશાંત સુસાઇડ કેસનો મામલો સીબીઆઈ પાસે

સુશાંત સુસાઇડ કેસનો મામલો સીબીઆઈ પાસે છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ આ કેસમાં તેનું કામ કરી રહી  છે અને તે સતત રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. તાજેતરમાં જ રિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,જેમાં તે તેની અને તેના નાના ભાઈના બાળપણ વિશે વાત કરતી જોવા મળી હતી. આ સાથે જ હવે રિયાનો બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના સપનાઓ વિશે વાત કરતી જોવા મળી રહી છે.

રિયાનો આ વાયરલ વીડિયો તેના એક ઇન્ટરવ્યૂનો

રિયાનો આ વાયરલ વીડિયો તેના એક ઇન્ટરવ્યૂનો છે, જેમાં તેને પૂછવામાં આવ્યું છે કે તે તેના જીવનમાં શું કરવા માંગે છે. તેના જવાબમાં રિયા કહે છે કે તે પ્રાઈવેટ જેટ, ટાપુ અને હોટેલ ખરીદવા માગે છે. વીડિયોમાં રિયાને એમ કહેતી પણ સાંભળી શકાય છે કે તેને હોટલ ખૂબ જ પસંદ છે તેથી તે હોટલ પણ ખરીદવા માગે છે.

Read Also

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!