GSTV
Gujarat Government Advertisement

ડબલ ગેમ રમી રહી છે રિયા ચક્રવર્તી? સુશાંત કેસમાં હવે આવ્યો આ નવો વળાંક

સુશાંત

Last Updated on August 26, 2020 by Bansari

સીબીઆઈની ટીમ બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં તમામ દૃષ્ટિકોણથી તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે એવો દાવો કર્યો હતો કે રિયાએ સુશાંતના પરિવારને ક્યારેય સહકાર આપ્યો ન હતો. તેમણે એવો  પણ આરોપ લગાવ્યો હતો કે રિયા ડબલ ગેમ રમી રહી છે.

વિકાસસિંહે જણાવ્યું હતું કે રિયાએ ક્યારેય  એકટરના પરિવારને સપોર્ટ કર્યો નથી. એટલે સુધી કે સુશાંતના નિધન બાદ તેણે પરિવારને સાંત્વના પણ આપી ન હતી. આ ઉપરાંત સીબીઆઈ દ્રારા આ મામલાની તપાસ કરવાની માગણી ઉઠી ત્યારે પણ રિયાએ તેનો વિરોધ કર્યો હતો. બની શકે કે રિયાએ આ તપાસના સમર્થનમાં વીડિયો પોસ્ટ કર્યો હતો પરંતુ તેની કાનૂની ટીમે તો સીબીઆઈ તપાસનો ભારે વિરોધ કર્યો હતો.

શું કહે છે સુશાંતના પરિવારનો વકીલ?

રિયા ચક્રવર્તી

સુશાંતના પરિવારના વકીલે વધુમાં જણાવ્યું હતું કે રિયા ખરેખર તેના પરિવારને સપોર્ટ કરવા માગતી હોય તો તેણે સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલ પરત ખેંચી લેવી જોઇએ. જોકે આમ નહી કરીને રિયા બેવડી રમત રમી રહી છે.

સુશાંતના મિત્ર સંદીપ અંગે વિકાસસિંહે જણાવ્યું હતું કે    સુશાંતના પરિવારમાં સંદીપને કોઈ ઓળખતું જ ન હતું. સંદીપ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી એક બાયોપિકનો નિર્માતા છે. સદીપે એવો દાવો કર્યો હતો કે સુશાંતના નિધનના સમાચાર મળ્યા ત્યાર બાદ તેના નિવાસે પહોંચનારો તે પ્રથમ વ્યકિત હતો અને તે સુશાંતનો મિત્ર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!