GSTV

મહેશ ભટ્ટે ભણાવ્યા હતા રિયાને સાચા પ્રેમનાં પાઠ : સાંભળીને રિયા ગળે વળગી પડી હતી, વીડિયો થયો વાયરલ

રિયા

સુશાંત સિંહ કેસમાં આરોપી અભિનેત્રી અને રિયા ચક્રવર્તીએ તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે તે સુશાંતને ડ્રગ્સ આપતી હતી. આ દરમિયાન રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહેશ ભટ્ટ રિયાને સાચા પ્રેમનો મતલબ સમજાવતા જોવા મળી રહ્યાં છે.

આ વીડિયો ફિલ્મ ‘જલેબી’ ના પ્રમોશન દરમિયાનનો કહેવામાં આવી રહ્યો છે. આમાં મહેશ ભટ્ટ પ્રેમનો અર્થ જણાવી રહ્યા છે. જેને સાંભળીને રિયા તેમને ભેટી પડે છે. આ વીડિયોમાં મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી અને વરૂણ મિત્રા જોવા મળી રહ્યા છે.

View this post on Instagram

What are you're views on this?

A post shared by Bollywood 1M? (@lnbollywood) on

આ દરમિયાન ત્રણેય મીડિયા સાથે વાત કરી રહ્યા છે. મહેશ ભટ્ટ વીડિયોમાં કહી રહ્યા છે કે, ‘તમે ક્યારેય સાચા પ્રેમ પર પૂર્ણવિરામ મૂકી શકતા નથી’. આ સાંભળીને રિયા ચક્રવર્તી તરત જ મહેશ ભટ્ટને ભેટી પડી.

રિયા ડ્રગ લેતી હતી

રિયા

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જાહેર કરાયેલા ઈડીના પત્ર મુજબ રિયા ડ્રગ લેતી હતી. રિયા ડ્રગ પણ ખરીદતી હતી. રિયા સુશાંતની ચા, કોફી અને પાણી માટે સીબીડી તેલ નામની દવાઓ આપતી હતી. આ જ કારણ છે કે હવે નાર્કોટિક્સ એજન્સીના કાન ઉભા થઈ ગયા છે. એનસીબી તેની ગુપ્તચર દેખરેખ દ્વારા રિયાની તમામ ગતિવિધિઓની તપાસ કરશે. રિયાના તમામ પાસાઓ જેમ કે પાર્ટી, રેસ્ટોરન્ટ, હોટલ અને ભારત અને વિદેશમાં પ્રવાસની પણ નજીકથી તપાસ કરવામાં આવશે.

NCBએ રિયા ચક્રવર્તી સામે નોંધી ફરિયાદ

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના આપઘાત કેસમાં ડ્રગ્સનું ષડયંત્ર રચવાના આરોપમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBએ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સીબીઆઈ, ઈડી ઉપરાંત NCB ત્રીજી રાષ્ટ્રીય તપાસ એજન્સી છે, જેમણે સુશાંત કેસમાં તપાસ શરૃ કરી છે.

સુશાંતના અપમૃત્યુ પાછળ ડ્રગ્સનું ષડયંત્ર જવાબદાર?

સુશાંત સિંહ રાજપુત કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંતના અપમૃત્યુ પાછળ ડ્રગ્સનું ષડયંત્ર જવાબદાર હોય એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે. રિયા ચક્રવર્તી સહિતના આરોપીઓએ ડ્રગ્સનો સોદો કર્યો હોવા મુદ્દે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ તપાસ હાથ ધરી છે. NCBએ રિયા ચક્રવર્તી સામે પ્રતિબંધિત ડ્રગ્સનો સોદો કરવાના આરોપમાં ક્રિમિનલ કેસ નોંધ્યો છે.

NCB

EDની એફઆઈઆર પર તમામ સામે NCB તપાસ કરશે

જે લોકો સામે ઈડીએ એફઆઈઆર નોંધી હતી, એ તમામ સામે NCB તપાસ કરશે. એમાં રિયાના ભાઈનો પણ સમાવેશ થાય છે. રિયા ચક્રવર્તી ઉપરાંત શૌવિક ચક્રવર્તી, જયા સાહા, ગૌરવ, શ્રૃતિ વગેરે જેવા નામ કેસમાં નોંધાયા છે. રિયાની વોટ્સએપ ચેટના આધારે આ તપાસ આગળ વધશે.

રિયાએ વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ ડિલર્સ સાથે કરી હતી વાત

દાવો થયો હતો કે રિયાએ વોટ્સએપ ચેટ ડિલિટ કરી નાખી હતી, એમાં તેણે ડ્રગ્સ ડિલર્સ સાથે અલગ અલગ ડ્રગ્સ મુદ્દે વાતચીત કરી હતી. NCBના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો કે રિયા અને તેના ભાઈનું ડ્રગ્સ તસકરો સાથે કનેક્શન હતું. હવે NCBની તપાસ એ દિશામાં પણ થશે કે આ કનેક્શનને અને ડ્રગ્સના સોદાને સુશાંત સાથે શું સંબંધ છે? સુશાંતને ખતરનાક ડ્રગ્સ આપવાનું ષડયંત્ર રચાયું હતું કે નહીં તે બાબતે પણ તપાસ શરૃ થઈ છે. સુશાંતના ખોરાક કે પીણામાં ડ્રગ્સ મેળવવામાં આવતા હતા કે નહીં તે અંગે તપાસ કરાશે.

સુશાંતના ઘરે પાર્ટી થતી એ વખતે ડ્રગ્સની મહેફિલ જામતી: પૂર્વ બોડીગાર્ડ

બીજી તરફ મીડિયા રીપોર્ટમાં દાવો થયો હતો એ પ્રમાણે સુશાંતના પૂર્વ બોડીગાર્ડ મુશ્તાકે દાવો કર્યો હતો કે સુશાંતના ઘરે પાર્ટી થતી એ વખતે ડ્રગ્સની મહેફિલ જામતી હતી. એ ગાર્ડના દાવા પ્રમાણે સુશાંત સિંહે પણ સિગરેટમાં ભરીને ગાંજાનો નશો કર્યો હતો. સુશાંત ડ્રગ્સ ન લેતો હોવાનો દાવો પણ સુશાંતના આસિસ્ટન્ટે કર્યો હતો. અંકિત આચાર્યને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો થયો હતો, જેમાં અંકિતે કહ્યું હતું કે તેણે સુશાંતને ક્યારેય ડ્રગ્સ લેતા જોયો નથી.

રાકેશ અસ્થાના હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી ચૂક્યા છે

સુશાંત કેસમાં NCBની એન્ટ્રી થઈ છે. NCBના ચીફ રાકેશ અસ્થાના છે. રાકેશ અસ્થાના આ અગાઉ પણ હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી ચૂક્યા છે. ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના ચારા કૌભાંડથી લઈને અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ અને આસારામ કેસમાં પણ તપાસ કરી ચૂક્યા છે. રાકેશ અસ્થાના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના વડા બન્યા તે પહેલાં સીબીઆઈ અને બીએસએફના મહાનિર્દેશક પણ રહી ચૂક્યા છે.

રિયા ચક્રવર્તી

ડ્રગ્સ મુદ્દે રિયાની વોટ્સએપ ચેટમાં ચોંકાવનારા ધડાકા

ઈડીના સૂત્રોને ટાંકીને દાવો થયો હતો રિયા ડ્રગ્સ લેતી હતી અને ડ્રગ્સનો સોદો પણ કરતી હતી. સુશાંતની ચા-કોફીમાં ડ્રગ્સ ભેળવતી હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે. રિયાના વોટ્સએપ ચેટના આધારે ચોંકાવનારા ધડાકા થયા છે. રિયાએ વોટ્સએપ ચેટ ડિલિટ કરી નાખી હતી, પરંતુ એ બધી જ ચેટ્સ રિસ્ટોર કરવામાં આવી હતી અને તેનો અભ્યાસ કરાયો હતો.

રિયા અને ગૌરવની ચેટ :

‘જો આપણે હાર્ડ ડ્રગ્સની વાત કરીએ તો મેં વધારે ડ્રગ્સનો ઉપયોગ કર્યો નથી.’ આ મેસેજ ૮મી માર્ચ ૨૦૧૭માં રિયાએ ગૌરવને કર્યો હતો.

રિયા અને મિરાંડાની ચેટ :

રિયા ચક્રવર્તી

‘સ્ટફ લગભગ પૂરું થઈ ગયું છે’. આ ચેટ ૧૭મી એપ્રિલ-૨૦૨૦માં થઈ હતી. એમાં મિરાંડા રિયાને તેના ભાઈ અંગે પૂછે છે: ‘શું આપણે શૌવિકના મિત્ર પાસેથી લઈ શકીએ? પણ તેની પાસે માત્ર હેશ અને બડ જ હશે’

રિયા, જયા અને શ્રૃતિની ચેટ :

‘મેં એને સીબીડી આપીને થોડો શાંત કરી દીધો છે.’

જયા વળતો મેસેજ કરે છે :

‘બે કે ત્રણ વખત સીબીડી આપી શકાય છે’. એ જ ચેટમાં સુશાંતની ત્રણેય બહેનો ૨૫ નવેમ્બર-૨૦૧૯ના દિવસે આવશે એવો ઉલ્લેખ રિયા કરે છે. એક ચેટમાં રિયા એવું પણ કહે છે કે : ચા-કોફી, પાણીમાં માત્ર બે-ત્રણ ટીપાં નાખીને એને પીવા દો. કિક લાગતા ૩૦થી ૪૦ મિનિટ થશે. એ દરમિયાન સુશાંત વોટરસ્ટોન રીસોર્ટમાં રોકાયો હતો. લગભગ બે મહિના સુશાંત એ રીસોર્ટમાં હતો અને એ દરમિયાન પરિવાર સાથે તેની વાતચીત લગભગ બંધ થઈ ગઈ હતી.

સુશાંતની બહેન શ્વેતા સિંહે કર્યું ટ્વીટ

રિયાની વોટ્સએપ ચેટ અંગે ધડાકો થયો તે પછી સુશાંતની બહેન શ્વેતા સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે આ ગંભીર ક્રાઈમ છે. સીબીઆઈએ તુરંત એક્શન લેવું જોઈએ. બીજી તરફ રિયાના વકીલે દાવો કર્યો હતો કે અભિનેત્રીએ ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. તે બ્લડ ટેસ્ટ કરાવવા પણ તૈયાર છે.

રિયાએ ઘર છોડયું એ પહેલાં આઠ હાર્ડડ્રાઈવનો નાશ કરાયો હતો

સુશાંતના ઘરમાં સાથે રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની સીબીઆઈએ સતત છઠ્ઠા દિવસે પૂછપરછ કરી હતી. પીઠાનીએ દાવો કર્યો હતો કે સુશાંત અને રિયા વચ્ચે ઝઘડો થયો તે પછી આઠ હાર્ડડ્રાઈવનો નાશ કરાયો હતો. સિદ્ધાર્થ પીઠાનીએ દાવો કર્યો હતો કે રિયા અને સુશાંત વચ્ચે ઝઘડો થયો તે પછી ૮મી જૂને જ્યારે રિયા ચક્રવર્તી ઘર છોડીને ગઈ તે પહેલાં બંનેએ આઠ હાર્ડ ડ્રાઈવનો નાશ કર્યો હતો. એ હાર્ડડ્રાઈવ્સનો નાશ કરવા માટે ખાસ આઈટી પ્રોફેશનલ્સને બોલાવાયા હતા. જોકે, કોના કહેવાથી આઈટી પ્રોફેશનલ્સ બોલાવાયા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. સીબીઆઈની પૂછપરછમાં પીઠાનીએ દાવો કર્યો કે સુશાંત ગાંજાનો નશો કરતો હતો.

પરિવારને પૂછીને મૃતદેહ ઉતાર્યો હોવાનો દાવો

મૃતદેહ ઉતારવા મુદ્દે પણ સીબીઆઈએ પીઠાનીને સવાલો કર્યા હતા. પીઠાનીએ કહ્યું હતું કે પરિવારને પૂછીને જ સુશાંતનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો. જોકે, પરિવારે આ  વાતનો રદિયો આપ્યો હતો.સિદ્ધાર્થ ઉપરાંત સીબીઆઈએ ફ્લેટગાર્ડની પણ પૂછપરછ કરી હતી. સુશાંતે આપઘાત કર્યો એ વખતે બાન્દ્રા પોલીસ સ્ટેશનના રીપોર્ટ પ્રમાણે પીઠાની, રસોઈયો નિરજ અને ઘરના સહાયક દીપેશ સાવંત મૌજૂદ હતા. સીબીઆઈએ ડીઆડીઓના ગેસ્ટહાઉસે મુંબઈ પોલીસને પણ બોલાવી હતી.

સુશાંતનો પરિવાર અંકિતા લોખંડેનો અડધો ફ્લેટ ગમે ત્યારે પાછો લેશે

સુશાંત અને અંકિતાએ સાથે મળીને ફ્લેટ લીધો હતો. એ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. જોકે, અંકિતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ઘરના ઈએમઆઈ પોતે ભરતી હોવાનું જણાવ્યું હતું, પરંતુ ફ્લેટ બંનેના નામે બોલે છે. સુશાંતે પોતાના હિસ્સાનો ફ્લેટ અંકિતાને રહેવા આપ્યો હતો એવું મનાય છે. જોકે, અંકિતાએ તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. કાયદાકીય રીતે જો  સુશાંતનો પરિવાર ધારે તો સુશાંતના હિસ્સાનો અડધો ફ્લેટ ગમે ત્યારે પાછો લઈ શકે છે. અહેવાલો પ્રમાણે એક મોટો ફ્લેટ બંનેએ લીધો હતો. બ્રેકએપ પછી સુશાંત પોતાના ફ્લેટના ઈએમઆઈ ભરતો હતો અને અંકિતા તેના હિસ્સાના હપ્તા ભરતી હતી, પણ સુશાંતના ભાગનો અડધો હિસ્સો અંકિતા પાસે હોવાનો દાવો પરિવારના કેટલાક સભ્યોએ કર્યો હતો. જોકે, અંકિતાએ ઈએમઆઈનો રેકોર્ડ સાર્વજનિક કર્યો હતો. જેમાં તે ૭૪ હજારનો હપ્તો બેંકને આપતી હોવાનું જણાયું હતું.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!